વ્યારા સુગર ફેકટરીના આંદોલન હવે BA સમાજશાસ્ત્ર ના અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો

Contact News Publisher

સામાજીક કાર્યકર રોમેલ સુતરિયા ના નેત્રુત્વ માં થયેલ આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા નું આંદોલન હવે બાળકોને ભણાવવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આવેલ શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી દ્વારા હજારો આદિવાસી ખેડૂતો પાસેથી ૯૩,૦૦૦ ટન શેરડી લીધા બાદ તેના નાણાં નહીં ચૂકવતા આદિવાસી ખેડૂતોએ લડતનું સુકાન રોમેલ સુતરિયા ને સોંપ્યું હતું.તાપી થી માંડીને ગાંધીનગર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુધી આક્રમક મિજાજ સાથે લડત ચલાવ્યા બાદ આદિવાસી ખેડૂતો ને તેમના નાણાં પરત કરવા સરકારે સહાય જાહેરાત કરી ખેડૂતો ને ન્યાય આપવા આયોજન કર્યુ હતું.

ખુબ નાની વય એટલે કે માત્ર ૨૫ વર્ષ ની વયે અસંખ્ય આદિવાસી પરિવારો ને ન્યાય મળી રહ્યો તેવા સફળ આંદોલન નું નેતૃત્વ કરનાર , આટલી નાની ઉંમરે આદિવાસી ખેડૂતો ના ન્યાય માટે જેલયાત્રા કરનાર રોમેલ સુતરિયા જે સંગઠનના તેઓ અધ્યક્ષ રહેલ છે તેવા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા માટે તો ગર્વ લેવા લાયક ઈતિહાસ છે સાથે જ સમગ્ર આદિવાસી સમાજ તાપી જીલ્લાના ખેડુતો , નાગરિકો , કર્મશીલો , પત્રકારો , વકીલો દરેક એવા મહાનુભાવો જેઓ આ આંદોલનના સહભાગી હતા દરેક માટે આ ગર્વ ની બાબત છે કે ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના આદિવાસી સમાજ નું સમાજશાસ્ત્ર ના દ્વિતીય વર્ષ ના મુખ્ય વિષય ના આદિવાસી આંદોલનો , આદિવાસી સમાજની સામાજીક સમસ્યાઓ , આદિવાસી આંદોલનો : આઝાદી પહેલાં અને આઝાદી પછી ના પ્રકરણ માં વ્યારાના આદિવાસી આંદોલન ની ઈતિહાસ માં નોંધ લેવામાં આવી છે.જેનાથી તાપી‌ જીલ્લો અને જીલ્લા ના નાગરિકો ન્યાયપ્રિય તેમજ જાગૃત છે તેવો સંદેશ સમગ્ર ગુજરાતમાં ગયો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *