તાપી ભુસ્તર વિભાગ દ્વારા ગેરકાયદે ખનિજ વહન અંગે કડક કાર્યવાહી હાથ ધરાઈ
ચાલુ વર્ષે ખનન/વહન/સંગ્રહના કુલ ૨૪૧ કેસો પકડી રૂ. ૩૨૧.૧૮ લાખની વસુલાત કરી ગેરકાયદેસર ખનિજ વહન કરી રહેલ ડમ્પરો ઝડપી દંડકીય કાર્યવાહી કરી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮ – તાપી ભુસ્તર વિભાગ દ્વારા ગેરકાયદે ખનિજ ખનન, વહન તેમજ સંગ્રહ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ખનીજ ચોરી અટકાવવા માટે અવાર નવાર સઘન ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી કરતા ઇસમોને પકડીને નિયમોનુસાર દંડકીય વસુલાતની કામગીરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૧-૨૨ માં ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહ ના કુલ ૧૮૨ કેસો પકડી રૂ.૨૮૫ લાખની વસુલાત કરવામાં આવેલ હતી. તેમજ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહ ના કુલ ૨૪૧ કેસો પકડી રૂ.૩૨૧.૧૮ લાખની વસુલાત કરવામાં આવેલ છે. ગતમાસ જાન્યુઆરીમાં કુલ-૩૫ કેસો પકડી રૂ.૨૩.૦૭ લાખની દંડકીય વસૂલાત કરવામાં આવેલ છે.
તાપી ભુસ્તરશાસ્ત્રી શ્રી.ટી.જે.સૈયદે જણાવ્યું હતું કે તારીખ ૬/૨/૨૩ ના રોજ મોજે.બેડકુવા દૂર. તા. વ્યારા ખાતેથી એક ડમ્પર નં.GJ 21 T 5178 તથા તા. ૦૭/૦૨/૨૩ ના રોજ મોજે. વાઘનેરા તા.સોનગઢ ખાતેથી વાહન નં GJ 05 AU 4821 ને રોયલ્ટી પાસ કરતા વધુ ખનિજ ભરી વહન કરતાં ઝડપી પાડવામાં આવેલ. જેની ભુસ્તરશાખા દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભુસ્તર શાખા દ્વારા ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ.૪૫૭૫.૭૨ લાખની રોયલ્ટીનો લંક્ષ્યાક પાર પાડવામાં આવેલ હતો તથા ચાલુ વર્ષમાં પણ રોયલ્ટીની રૂ.૩૦૯૨.૬૩ લાખની આવક થવા પામેલ છે. આમ ભુસ્તરવિભાગ દ્વારા ખનિજ ચોરી અટકાવવી તેમજ લક્ષ્યાંક સિધ્ધિ માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦૦