“પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે ૧ વખત સિલિન્ડર રીફીલ કરી આપવામાં આવશે
માહિતી બ્યુરો, વ્યારા તાપી તા. ૩૧ રાજ્ય સરકારશ્રીના ઠરાવથી “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામૂલ્યે ર(બે) ગેસ સીલીન્ડર આપવા માટે “Extended રાજ્ય PNG/LPG સહાય યોજના” હેઠળ અમલવારી માટે ઠરાવેલ છે. રાજ્યમાં તેની અમલવારી તા.૧૮/૧૦/૨૦૨૨ના રોજથી શરૂ થયેલ છે.
આ યોજના અન્વયે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નાં ઓક્ટોબર-૨૦૨૨ થી ડીસેમ્બર-૨૦૨૨ અને જાન્યુઆરી-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૩ એમ કુલ ૨ ક્વાર્ટરમાં દરેક ક્વાર્ટર દીઠ ૧ એમ કુલ ૨ LPG બોટલનું વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવાની જોગવાઈ છે જે ધ્યાને લેતાં પ્રથમ રીફીલીંગની મુદ્દત ૩૧મી ડીસેમ્બર ૨૦૨૨નાં રોજ પૂર્ણ થયેલ છે. પ્રથમ ક્વાર્ટરમાં ખુબ જ ઓછા ગ્રાહકો દ્વારા રીફીલીંગ કરાવવામાં આવેલ છે એટલે કે ખુબ ઓછા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ હોવાનું જણાયેલ છે.
આમ, બીજા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૩નાં સમયગાળા દરમ્યાન તાપી જિલ્લાનાં જરૂરીયાતમંદ લાભાર્થીઓ સરકારશ્રીની આ પ્રજાલક્ષી યોજનાનો મહત્તમ લાભ મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ જનતાને અખબારી યાદી દ્વારા અનુરોધ કર્યો છે.
0000000000