ગાંધી નિર્વાણ દિને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ
તાપી જિલ્લા કલેક્ટર સભાખંડ ખાતે “શહીદ દિન” નિમિત્તે બે મિનિટ મૌન પાળી દેશમાટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કર્યું.
……………..
તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
……………..
તાપી જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની જેમ બરાબર અગિયાર વાગ્યાના ટકોરે બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
……………..
માહીતી બ્યુરો વ્યારા -તાપી તા. 30 મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન અને શહિદ દિન નિમિત્તે પી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેની ઉપસ્થિતિમાં બે મિનિટનું મૌન પાળીને દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં અને પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન સભા ખંડ ખાતે તથા અન્ય તાલુકાની જુદી – જુદી કચેરીઓ ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ શહીદોની સ્મૃતિમાં બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
00000000000