આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપી દ્રારા જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ દિવસ વાલોડ તાલુકા ખાતે ઉજવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સરકારી આચાર્ય સંઘોના સંયુક્ત ઉપક્રમે કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉજવાયો જેમાં વાલોડ તાલુકાના મામલતદાર શ્રી સ્નેહાબેન સવાણી, પ્રા. જિ. શિ.શ્રી ચૌધરી સાહેબ તથા સંકલન સમિતિના અધ્યક્ષ કેતનભાઈ શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધ્યક્ષ દ્રારા ૧૨મી જાન્યુઆરી થી ૨૩ જાન્યુઆરી સુધીનું પખવાડિયું બે મહાનુભવોના જન્મજયંતીના સુવર્ણકાળ આધ્યાત્મિક થી આઝાદી સુધી ગૌરવ ગાથા તેમની પ્રેરણા સ્રોત વાર્તા સમાજ જીવનમાં ઉતરે તે હેતુ સિદ્ધ થાય અને કર્તવ્ય બોધ એટલે આપણા સમાજમાં ભૂમિકા, દાઈત્વ શું ? તેના પર અધ્યક્ષ દ્રારા ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું.
વાલોડ મામલતદાર દ્રારા આર્શી વચન આપવામાં આવ્યા હતા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા સામુહિક મનોમંથન કરવામાં આવ્યું હતું.
આં પ્રસંગે જિલ્લા ના પ્રાથમિક અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ ગામીત, પ્રભારી ઇન્દ્ર્સીહ અને તાલુકા અધ્યક્ષ દિલીપભાઈ વસાવા, ઉચ્છલ તાલુકા અધ્યક્ષ રણજીતભાઈ ગામીત, BRC અશોકભાઈ ચૌધરી, ભદ્રેશભાઈ તથા વાલોડ તાલુકાના શિક્ષકો હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.