હળવદના મયાપુરમાં માઈનોર કેનાલ ઓવરફલો થતાં પાણી ખેતરોમાં ધુસ્યા
નર્મદાનું ઓવરફલોનુ પાણી માયાપુરની સીમમા આવતું બંધ કરવા : ખેડૂતોની રજૂઆત
ખેતરોમાં પાણી ફરી વળતા ઘઉં જીરૂ કપાસના પાકને નુકસાન ખેડૂતોને પડીયા ઉપર પાટું
હળવદ પંથકમાં અવારનવાર નમૅદાકેનાલ કારણે ખેડુતોઓ ને નુકશાન વેઠવુ પડે છે : ખેડુતો
ખેડુતોની તંત્ર માં અનેક વખત રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
(મયુર રાવલ દ્વારા, હળવદ) : હળવદના મયાપુર ગામમાં નમૅદા માયનોર કેનાલનુ પાણી ઓવરફ્લો થતાં ખેતરમાં ઘૂસી જતા ખેતરો માં ઉભા મોલાતને નુકાશન થયુ છે,ખેતરોમાં ધઉ.જીરૂ,કપાસ ના પાક ને નુકશાન થવા પામ્યું છે
હળવદ તાલુકાના મયાપુર ગામે નર્મદા કેનાલના ૬ નંબર ની માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, જેમાં ધાંગધ્રા બ્રાંચની માઇનોર કેનાલ નંબર છ જે રણજીત ગઢમાં પાણી આપવામાં આવે છે પાણી ચાડ્રધા થી મિયાણી થી માયાપુર ની સીમા કેનાલનું કામ બાકી હોવાથી આપાણી માયાપુર ની સીમા ફેલાય છે, જેના કારણે ખેતરોના ઉભા પાકમાં મોટાપાયે નુકસાન થાય છે ,તો આપાણી ચાડ્રધા થી આગળ ન આવે તેવી વ્યવસ્થા કરી બંધ કરવામાં આવે, જેથી મયાપુર ની સીમમાં પાક નુકસાની બચાવી શકાય તેવી રજુઆત ગામના સરપંચ કાન્તીલાલ દલવાડી, હમીરભાઈ દલવાડી વગેરે નાયબ કાર્યપાલક ઇજનેર લેખીતમાં રજુઆત કરવામાં આવી છે, માયનોર કેનાલનું પાણી ખેતરોમાં ઘુસી જતા ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો બેહાલ બની ગયા છે ,એક બાજુ અતિવૃષ્ટિ તો બીજી બાજુ ખેડૂતોના ખેતર સુધી પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે ધઉ કપાસ જીરૂ અનેક પાકોને નુકસાન થવા પામ્યું છે, એનકવાર તંત્ર ને રજૂઆત કરવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા આજ સુધી કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવી પડીછે, ખેડુતોઓ માં રોષની લાગણી ફેલાઇ છે.