જિલ્લા પંચાયત તાપીની સામાન્ય સભામાં ૧૫માં નાણાપંચની જોગવાઈ અનુસારના કામો માટે રૂા.900.00 લાખની બહાલી
તાપી જિલ્લાના પ્રત્યેક ગામમાં ગરીબમાં ગરીબ (Poorest of poor ) ૧૦ (દસ) કુટુંબની યાદી તૈયાર કરી વંચિત કુટુંબોને યોજનાકીય લાભો આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયાની નવતર પહેલ
માહિતી બ્યુરો વ્યારા તાપી તા. ૧૯ જિલ્લા પંચાયત તાપી-વ્યારાની સામાન્ય સભા આજ રોજ અઘ્યક્ષશ્રી સુરજભાઈ ડી. વસાવા પ્રમુખશ્રી જિ.પં.તાપીની અધ્યક્ષતામાં અને સભાના સચિવશ્રી ડી.ડી. કાપડીયા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જેમા કારોબારી સમિતિના અધ્યક્ષ તથા ધારાસભ્યશ્રી વ્યારા શ્રી મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી.
આ સભામાં ૧૫ મું નાણાપંચ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૪ જિલ્લા કક્ષા ૧૦ ટકા આયોજન કરવામાં આવેલ, જેમાં, અનટાઈડ બેઝિક ૪૦% સદરે માળખાગત વિકાસ, શિક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, મહિલા અને બાળવિકાસ, આરોગ્ય અને સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય, કૃષિ પશુપાલન ડેરી, વિકાસ અને મત્સ્યોદ્યોગ માટે રૂા.૨૮૦,∞ લાખ તથા ટાઈડ ગ્રાન્ટ ૬૦% સદરે પીવાના પાણીના સ્ત્રોત અંગેના કામો, ગટર વ્યવસ્થા, કચરાના સેગ્રીગેશનની લગત કામગીરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ–સર્જીકલ સાધનો અને બીએલએસ કીટ સહિતની એમ્બ્યુલેશન જેવી સેવાઓ વિગેરે માટે રૂા.૪૨૦.૦૦ લાખના આમ, કુલ રૂા.900.00 લાખના કામોની આયોજન માટે બહાલી આપવામાં આવી હતી.
વધુમાં, સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ધ્વારા ગ્રામ્ય કક્ષાએ Wasmo સંચાલિત પીવાના પાણી માટેની રજુઆતો કરવામાં આવી. જે અંગે સચિવશ્રી ડી.ડી. કાપડીયા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વાસ્મોના અધિકારીશ્રીએ જરૂરી સુચના આપી હતી. જિલ્લા પંચાયત પરિસરમાં કચેરી કામ માટે આવતા અરજદારોને તમામ યોજનાઓની LED screen Online Applicationની સુવિધા સાથેની જિલ્લા પંચાયતની કચેરી ખાતે અધ્યતન (જનસેવા કેન્દ્ર) સુવિધા ધરાવતું પ્રતિક્ષાકક્ષ સાથેનું નિમાર્ણ કરવાનું મંજુર કરવામાં આવ્યુ. અંતમાં જિલ્લા પ્રખુખશ્રી અને સામાન્ય સભાના અધ્યક્ષશ્રીઓનો આભાર માની સભાનું કામકાજ પુર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., કૃષિ, મનરેગા સરકારશ્રીની યોજનાઓ શાખાધિકારીશ્રીઓ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી. પોષકવાલી યોજના અંગે પદાધિકારીઓને દત્તક આંગણવાડી લેવાનું સુચન કરવામાં આવ્યું.વર્તમાન ગ્રામસભામાં પદાધિકારીશ્રીને જાણકારી આપવામાં આવી અને અનુકુળતાએ ગ્રામસભામાં હાજરી આપવા જણાવ્યુ. ગ્રામસભામાં પ્રત્યેક ગામમાં અતિ ૧૦ ગરીબમાં ગરીબ કુટુંબને શોધી માહિતી તૈયાર કરવા જણાવ્યું હતું.
00000000000