ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ- કેન્દ્રીય માત્સ્યીકી પ્રૌધોગિકી સંસ્થાન(ICAR-CIFT), વેરાવળ અને સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈના સંયુક્ત ઉપક્રમે આદિવાસી પેટા-યોજના હેઠળ –કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ“ યોજાયો
આગામી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, સિંગલખાચ, ઉકાઈ કેન્દ્ર ખાતે ” કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ“ યોજાશે
……..
માહિતી બ્યુરો, તાપી તા.18: “માછલીની આરોગ્યપ્રદ સંભાળ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનનો વિકાસ” વિષય ઉપર તા. ૧૭ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, સિંગલખાચ, ઉકાઈ કેન્દ્ર ખાતે તાલીમ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રના વડા ડો. સ્મિત આર. લેંડે દ્વારા કાર્યક્રમને ત્રણ દિવસીય તાલીમની રૂપરેખા અને તાલીમ લેવાથી અત્રેના વિસ્તારમાં યુવાઓ તથા યુવતીઓને થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસીય કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક માર્ગદર્શન અનુસાર વિવિધ વાનગીઓ જેવી કે માછલીનું અથાણું, કટલેટ, ફિશ બોલ, કોટેડ ઝીગાં, ફિશ ફિંગર, માછલીને અલગ અલગ રીતે કાપવાની પધ્ધતિઓ અને માછલીની આરોગ્યપ્રદ સંભાળ વિશે તાલીમ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને ICAR-CIFT વેરાવળ દ્વારા ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે આઈસ બોક્ષ અને હાઇજિનિક હેંડલિંગ કીટ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના નાંછલ, સેલુડ, જામણે ગામના કુલ ૨૦ આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ આપવા અર્થે ICAR-CIFT, વેરાવળના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. આશિષકુમાર ઝા., ડો. સારિકા કે. વૈજ્ઞાનિક, ડો. શ્રીજીત એસ., વૈજ્ઞાનિક વેરાવળથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
0000000000000