ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા તથા લોકજાગૃતિ માટે જરૂરી પગલાં લેવા બાબતે કેટલાક પ્રતિબંધો
મહિતી બ્યુરો તાપી તા.13 ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનની આજની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. .(૧) ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા,ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી લોકો, પશુ- પક્ષી,પર્યાવરણથી થતાં નુક્શાન અંગે તથા તેના પર રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન થાય તે માટે લોક જાગૃતિ કેળવવા,સોશિયલ મીડીયા ઉપરાંત પ્રિન્ટ મીડીયા, ઇલેક્ટ્રોનીક મીડીચા, ટીવી ચેનલનો અસરકારક ઉપયોગ કરવો.જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતાં હોય તેવા સ્થળોએ public announcementsystem નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ LED screen પર આ બાબતે સમયાંતરે audio- visuals પ્રસારિત થાય તે માટે વ્યવસ્થા ગોઠવવી. લોકજાગૃતિ માટે જરૂરી પગલા લેવા બાબત,શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આ અંગેના awareness program નું આયોજન કરવું. ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા,ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ/સંગ્રહ ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિક પાસે કોઇ માહિતી ઉપબ્ધ હોય તો તેની વિગતો આપવા માટે Helpline ચાલુ કરવી. આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. ઉકત આવેલ સુચના મુજબ નિયમોનુંસાર કાર્યવાહી કરી, તે અંગેનો વિગતો સહિતનો અહેવાલ મોકલી આપવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000000000