ઉંચા દરે વ્યાજે નાણા ધિરધારના ધંધા સાથે સંકળાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 13. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોર દુષણ દુર કરવા, આવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવા લોકોને જાગૃત કરવા મુહિમ આરંભેલ હોય જે અન્વયે અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપીએ ગેરકાયદેસર ઉંચા દરે વ્યાજે નાણા ધિરધાર કરી કાયદા વિરૂધ્ધની ઉઘરાણી કરનાર ઇસમો વિરૂધ્ધ કયદેસરની કાર્યવાહી કરવા મળેલ સુચના અનુસાર આજરોજ સોનગઢ ટાઉનમાં રહેતા મનિષભાઇ મહેશભાઇ ગામીત ઉ.વ.૩૦ ધંધો- મજુરી રહે. સોનગઢ અલીફનગર તા. સોનગઢ જિ. તાપીએ આરોપી ગુલાબભાઇ બંસીભાઇ સિંદે (વડર) રહે. સોનગઢ મચ્છી માર્કેટ તા. સોનગઢ જિ. તાપીનાઓ પાસેથી રૂ. 60,000/- વ્યાજે લીધેલ. અને તેના પર જયાં સુધી મુદ્દલ ન ચુકવાય ત્યાં સુધી રોજના રૂ.3,000/- લેખે વ્યાજ પેટે રૂ. 40,000/- ચુકવેલ અને ત્યારબાદ ફરિયાદીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ફરિયાદી તેના મુદ્દલ તથા ઉંચા દરના વ્યાજના રૂપિયા મળી રૂ. 1,75,000/- ન ચુકવી શકતાં આરોપીએ ફરિયાદીને ધમકી આપી ફરિયાદીની એક્ટીવા ગાડીને બળજબરી પુર્વક લઇ લીધેલ અને ત્યારબાદ પણ જયાં સુધી મુદ્દલ તથા વ્યાજના મળી નીકળતા રૂ. 1,75,000/- ન ચુકવાય ત્યાં સુધી ફરિયાદીની દાદીનું ઘર પણ નોટરી કરી કબ્જે લઇ ફરિયાદી સાથે ગાળાગાળી કરી ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરતો હોવાની બાબતની ફરિયાદ આપતાં સોનગઢ પો.સ્ટે.A પાર્ટ ગુ.ર.નં.- 11824004230068/2023 ઈ.પી.કો. કલમ-384, 504, 506(2) તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબતના અધિનીયમ 2011 ની કલમ 5,33,42 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને તા.11/01/2023 ના કલાક 21/30 વાગે અટક કરવામાં આવેલ છે. અને સદર આરોપીના ઘરની ઝડતી તપાસ કરતાં નીચે મુજબની ચીજવસ્તુ મળી આવેલ છે. (1) અલગ અલગ વાહનની અસલ આર.સી.બુક નંગ- 15. (2) એકટીવા નં. GJ-26-AC-2974 કિ.રૂ. 30,000/- (4) જીકસર મો.સા. નં. GJ-26-AA-9964 કિ.રૂ. 90,000/- (6) એકટીવા ગાડી નં. GJ-26-P-7630 કિ.રૂ. 30,000/- (3) વગર નંબરની સ્પ્લેન્ડર કિ.રૂ. 40,000/- (5) પ્લેટીના મો.સા.નં. GJ-26-H-8680કિ.રૂ. 15,000/- (7) સાઇન મો.સા.નં. GJ-26-AC-9928 કિ.રૂ. 40,000/ (8) “ગીરો કરાર” કરેલ નોટરી દસ્તાવેજ નંગ-1 આ કિ.રૂ. 4,50,000/- કુલ કિ.રૂ. 6,95,000/-

ઉપરોકત વાહનોની આર.સી.બુક તથા વાહન તથા દસ્તાવેજ બાબતે આરોપીની પુછ પરછ કરતાં લોકોએ વ્યાજે નાણા લીધેલ તેના બદલામાં ગીરવે આપેલ છે. અને આરોપીની પુછ પરછ કરી હજી કેટલા લોકોને વ્યાજે નાણા આપેલ છે. અને તેના બદલામાં કોઇ ચીજવસ્તુ ગીરવે લીધેલ છે કે કેમ ? અને અન્ય કોઇ વ્યક્તિ આ વ્યાજખોરીનો ભોગ બનેલ છે કે કેમ ? તેની તપાસ ચાલું છે. અને આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.આર. ચૌધરીનાઓ કરી રહેલ છે.

આરોપી પાસેથી મૂળ માલિકના કબજામાંથી ગાડી બળજબરી કબજો કરી પોતાના કબજામાં રાખેલ હતી, જે આજરોજ વ્યારા એસપી કચેરી ખાતે ગાડી માલિકોને ગાડી પરત કરી દેવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other