“પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” વેળા વ્યારાના આંગણે પ્રાકૃતિક ખેત પેદાશોનુ માહિતીપ્રદ નિદર્શન, પ્રદર્શન યોજાયુ
પ્રાકૃતિક ખેત ઉત્પાદનના નિદર્શન સ્ટોલ્સની રાજયપાલશ્રી તથા મહાનુભાવો
–
(તાપી માહિતી બ્યૂરો): વ્યારા: તા:૧૧: વ્યારાને આંગણે યોજાયેલા “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” કાર્યક્રમ સ્થળના પટાંગણમાં કાર્યક્રમના હાર્દને સ્પષ્ટ કરતા પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ્સ પણ લગાવાયા હતા. અહીં તાપી જિલ્લાના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો અને તેની બનાવટો પ્રદર્શિત કરાઇ હતી.
આ પ્રદર્શન સ્ટોલ્સની મહાનુભાવોએ મુલાકાત લઈને વિસ્તૃત જાણકારી મેળવવા સાથે, ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.
મહાનુભાવોએ અહી પ્રદર્શિત ચીજવસ્તુઓની ખેતી, ઉત્પાદન, મૂલ્યવર્ધિત ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, સ્વરોજગારી, જેવા મુદ્દે સ્ટોલધારકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
વ્યારાના આંગણે વી.ડી.તાપી પ્રાકૃતિક ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની-વાલોડ, નિકુ તાપી પ્રાકૃતિક ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની-મુબારકપુર, શ્રી વનવાસી આંબેડકર ટ્રસ્ટ-વ્યારા, શ્રી જયેશભાઈ લલ્લુભાઈ પટેલ-દેગામા, તા.વાલોડ, શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવા, માણેકપુર, તા.ઉચ્છલ, શ્રી શૈલેષભાઇ છોટુભાઇ ગામીત-કાટકુઇ, તા.વ્યારા, શ્રીમતી અંજનાબેન નિલેશભાઇ ગામીત-નાની ચિખલી, તા.વ્યારા, શ્રીમતી સુંદરબેન ગામીત-ધાટ, તા.વ્યારા, શ્રી જીગરભાઇ પ્રવિણભાઇ દેસાઇ-સિકેર, તા.વાલોડ, શ્રી નાનસિંગભાઇ ચૌધરી-બેડકુવા, તા.વાલોડ, શ્રીમતી દક્ષાબેન કાંતિલાલ ગામીત-વડકુઇ, તા.વ્યારા, શ્રીમતી નિતાબેન શૈલેષભાઈ ગામીત-વડકુઇ, તા.વ્યારા, શ્રીમતી જશુબેન છકાભાઇ ચૌધરી-ઉચામાળા, તા.વ્યારા, શ્રી પ્રજ્ઞેશભાઇ દિલિપભાઇ આહીર-અંધાત્રી, તા.વાલોડ, શ્રી પ્રકાશભાઇ ગમનભાઇ ચૌધરી-ગોલણ, તા.વાલોડ, પ્રાકૃતિક ખેતી સુચિત મહિલા મંડળ-સિંગપુર, તા.સોનગઢ, શ્રી કલ્પેશભાઇ રમણભાઇ ગામીત-ચકવાણ, તા.સોનગઢ, જિ.તાપી એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્ટોલસમા ઉત્પાદનોમાં દેશી ગોળ, સોયાબીન, શાકભાજીના રોપા, રીંગણ, ટામેટા, મરચા, કોબી, ફ્લાવર, સરગવો, ટીંડોળા, બ્રોકોલી, લીંબુ-કેરી અને વાંસનુ અથાણુ, ભાત-ડાંગર, બ્લેક રાઇસ, આંબામોર, દેવલી કોલમ, કૃષ્ણ કમોદ, ઇંદ્રાણી અને લાલ કડા તથા આમ્બામોર ઉપરાંત લક્ષ્મી ચોખા, દેશી બિયારણ, ઔષધિય ઉત્પાદનો એવા આદુ, હળદર, ધાણા, પપૈયા, પાપડી, ચોળી, ગલકા, મુળા, પપૈયા, મશરૂમ, મશરૂમ લીલા-સુકા, મશરૂમ પાવડર, મશરૂમ સ્પોન (બિજ), નાગલીની વિવિધ બનાવટ, જમરૂખ, કેરી અને જાંબુનો રસ, કેરીનો પાવડર, પાત્રા, લીમ્બુ મેથી, પાલક, માટલાની ભાજી, શેરડીના રોપા, જીવામૃત, ધન જીવામૃત વિગેરે જેવી વિવિધ પ્રાકૃતિક ખેત ઉત્પાદન પ્રસ્તુત કરાયુ હતુ.
0000000000000000