વ્યારા પોલીસે બારડોલીમાંથી ચોરાયેલી મોટર સાઈકલનો ગુનો ઉકેલી કાઢ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પો . સ્ટેશનનાં ઈનચાર્જ પોલીસ ઈન્સપેકટર આર . એસ . પટેલ સાહેબએ ગઈ કાલે તા. 03/0૧/૧૯ નાં રોજ વ્યારા પો . સ્ટેમાં ફરજ બજાવતાં અ . હે . કો અજયભાઈ સુદામભાઈ બ . નં. ૬૮૨ તથા આ . પો . કોન્સ . વિજયભાઈ બબાભાઇ બ . નં – ૫૫૭ તથા અ . પો . કો . પ્રકાશભાઈ અરવિંદભાઇ બ , નં . ૭૦૬ તથા પો . કો બ્રિજરાજસિંહ રસિકસિંહ બ . નં 0૧૯૮ તથા પો . કો સેમ્યુલભાઈ મનોહરભાઈ બ . નં ૧૭૮ નાંઓને મોટર સાઈકલ ચોરી બાબતે પેટ્રોલીંગ કરી વોચ તપાસમાં રહેવા સુચના આપેલ હોય જેથી ઉપરોકત પોલીસ સ્ટાફનાં માણસો વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ પાસે વાહન ચેકીંગમાં ઉભેલ હતા દરમિયાન શકમંદ ઈસમ નામે શિવકુમાર જગનનાથ મિશ્રા રહે , ગોકુલધામ ૨૮૧ રેલ્વે ફાટક તાતીથૈયા કડોદરા – ૨ સુરત મુળ રહે . વિરોલી પોસ્ટ સરાય તા . ખીલવાહા જિપ્રતાપગઢ યુ . પી ) નાનો પોતાના કબ્જાની કાળા કલરની સીલ્વર પટ્ટા વાળી હીરો સ્પેલ્નડર પ્લસ મોટર સાઈકલ GJ – 19 – Ac – 2645 ની લઈને આવતો હોય અને સદર મોટર સાઈકલનાં આગળના ભાગે નંબર પ્લેટ લગાડેલ ન હોય જેથી પોલીસના માણસોને શક જતાં સદર ઈસમને નજીકમાં ઉભો રખાવી પુછ પરછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોવાથી સદર ઇસમ પાસેની મોટર સાઈકલનાં એન્જિન તથા ચેસીસ નંબર આધારે તપાસ કરતાં સદર મોટર સાઈકલનો સાચો રજી . નંબર GJ – 04 – BK – 4995 નો જણાઈ આવતાં સદર શકમંદ ઈસમને CRPC કલમ – ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરતાં ઉપરોકત હીરો ગ્લેંડર મોટર સાઈકલ નંબર GJ – 04 – BK – 4995 ગઈ તારીખ . ૧૨ / ૧૨ / ૨૦૧૮ નાં રોજ મૌજે બારડોલી તાલુકાનાં વાસકંઇ ગામની સીમમાંથી ચોરી થયેલ હતી જેથી આ બાબતે ફરીયાદી વલ્લભભાઇ બચુભાઈ સરવૈયા રહે હાલ – વાસકુંઈ ગામની સીમમાં જયેશભાઇ સાકાભાઇ ચૌધરીના ખેતરમાં તા – બારડોલી જી – સુરત મુળ રહે – હબૂકવડ નદીની સામે કાંઠે તા – તળાજા જી – ભાવનગર નાંઓએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને બારડોલી પોલીસ સ્ટેશન ગુ . ર . નં – ૧૧૨૧૪૦૦૮૨૦૦૦૦૪ ૨૦૨૦ ઇ. પી. કો. કલમ – ૩૭૯ મુજબનો દાખલ થયેલ હોય આરોપી ને ચોરીમાં ગયેલ મોટર સાઈકલ સાથે બારડોલી પોલીસને સોપવા તજવીજ કરવામાં આવેલ છે . આમ વ્યારા પોલીસે સધન વાહન ચેકીંગ દરમિયાન મોટર સાઈકલ ચોરીનો ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મેળવેલ છે .