ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું
પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીન, લાઉડ સ્પીકર જેવા ધ્વનિવર્ધક સાધનોના,, મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ, ૪ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ
………………………..
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા: 04: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાઓ તાપી જિલ્લામાં આગામી તા.08-01-2023નાં રોજ સવારે 10:00 થી 01:00 કલાક સુધી તથા બપોરે 3:00 થી 6:00 કલાક દરમિયાન યોજાનાર છે.
ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તાપી તૃપ્તિ પટેલ દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેંદ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર તથા ૧૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરિક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર તા.08-01-2023નાં રોજ સવારે 10:00 થી 01:00 કલાક સુધી તથા બપોરે 3:00 થી 6:00 કલાક દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
000000000000