નિઝર તાલુકાના મુબારકપુર ગામમાં 11 લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં ફાળવાયેલ સરદાર આવાસો ક્યારે બની રહેશે!!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા): તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુબારકપુર ગામમાં 11 લાભાથીઁને 2015થી2016ના ગરીબ કલ્યાણ મેળો કુકરમુંડા ખાતે યોજવામાં આવેલ હતી.જેમાં 11 લાભાથીઁના સરદાર આવાસો -2ની સાહાય મંજુર કરવામાં આવી હતી,સરદાર આવાસો-2ની મંજુરી લેટર મા.મુખ્ય મંત્રી આનંદીબેન પટેલના હસ્તે મંજુરી લેટર 11 લાભાથીઁને આપવામાં આવેલ હતા,પરંતુ આજદિન સુધી સરદાર આવાસ-2ની સાહાય આપવામાં આવેલ નથી,11 લાભાથીઁના ઘરો હાલમાં પણ કાચા મકાનો જોવા મળી રહયા છે,(1)અજુઁનભાઇ પોહલુભાઇ ઠાકરે,(2)વિમલબેન સુભાષભાઇ પાડવી,(3)લક્ષ્મણભાઇ છિબલુભાઇ ઠાકરે,(4)ભરતભાઇ કથ્થૂભાઇ પડવી,(5)કૃષ્ણાભાઇ દૌલતભાઇ પરદેશી,(6)દેવરામભાઇ લહુભાઇ ઠાકરે,(7)માકુભાઇ શિડયાભાઇ ઠાકરે,(8)પ્રવિણભાઇ કનૈયલાલભાઇ પરદેશી,(9)રાજુભાઇ પિરાજીભાઇ સાળવે,(10)જેહરાબેન પરશરામભાઇ ઠાકરે,(1)જામસિંગભાઇ દામજીભાઇ ઠાકરે,લાભાથીઁએ જણાવ્યુ હતું કે 2015થી2016માં સરદાર આવાસો-2નો લાભ મળ્યો નથી અને આવાસો પણ બાંધી આપવામાં આવેલ નથી.તારીખ:5/12/2019ની રોજ મે.કલેકટર સાહેબ તાપી,અનું.જાતિ નિગમ તાપી,મે.નાયબ કલેકટર સાહેબ તાપી,અનું.જન.જાતિ કલ્યાણ ખાતું ગાંધિનગર અને તાલુકા વિકાસ અધિકારી નિઝરને પણ અરજી આપવામાં આવેલ હતી.પરંતુ આજદિન સુધી લાભાથીઁને કોઇ જવાબ મળ્યો નથી.11 લાભાથીઁને સરદાર આવાસો-2ની સાહાય મળેલ નથી,જે બાબેત તાલુકા પંચાયત નિઝર અધિકારીઓને 2015થી આંટા ફેરા મારી અધિકારીઓને લાભાથીઁએ પુછવા જતા કોઇ સંતોષ્કારક જવાબ આપતા નથી.અને જેથી એમના સરદાર આવાસ-2 મંજુર થયેલ આવાસો કેમ બાંધી આપવામાં આવ્યા નથી?તે પ્રશ્ન ઉપરીઅધિકારીઓ પર સવાલ ઉઠે છે?કે પછી લાભાથીઁની રકમ કયો અધિકારી ચાવ કરી ગયા છે તેનો તપાસનો માંગ નિઝર તાલુકામાં ઉઠી રહી છે.સરદાર આવાસ-2 બારોબાર કાગળ ઉપર બતાવીને આવાસોની ગ્રાન્ટ કોઇ કોન્ટ્રાકટર,સરપંચ,તલાટી કે પછી ઉપરીઅધિકારીઓએ પચાવી ગયાના રાવો સામને આવી રહયો છે.લાભાથીઁઓને આજદિન સુધી સરદાર આવાસ-2ની સહાયનો લાભો મળેલ નથી.અને હાલમાં પણ લાભાથીઁઓ કાચા ઝુંપપડીમાંજ વસવાટ કરી રહીએ છે.અડધા લાભાથીઁના 10,000 હજારનો પ્રથમ ચેક લાભાથીઁને આપવામાં આવેલ નથી,તે ચેકો પણ બારોબાર ઉપાડી લીધા છે.લાભાથીઁના બેંક ખાતામાં ચેક કર્યૉ તો ચોકાવનારી બાબત સામને આવી છે.એમની સહાયની રકમ ગઇ કયાં?લાભાથીઁએ સરપંચ,તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને પુછે તો લાભાથીઁને જવાબમાં ફકત આજદિન સુધી આશ્વાસન આપવામાંજ આવેલ છે.કાયૅવાહિ કરવામાં આવી નથી.નિઝર તાલુકામાં આવાસ યોજન હેઠળ લોકોને ઘરમાલિક બનાવવાની કામગીરી તો થાય છે.પરંતુ કાગળ પરજ ઘરમાલિક બતાવામાં આવે છે.પણ વાસ્તવિકમાં કઇ અલગજ જોવા મળે છે.તારીખ:30/12/2019ની રોજે નિઝર તાલુકાના વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે કે અડધા લાભાથીઁના 10,000હજાર રુપયાનો પ્રથમ ચેક કોન ચાવ કરી ગયા છે.તેનો તપાસ થાય અને લાભાથીઁના આવાસ યોજનાની રકમ લાભાથીઁને પાછા મળે,અડધા લાભાથીઁના તો સરદાર આવાસની પૂણૅ કામગિરી બતાવીને જે અધિકારીઓએ આવાસોની રકમ ચાવ કરી ગયા છે તેવા અધિકારીઓ પર સકત કાયૅવાહિ કરવામાં આવે,વારંવાર રજૂઆત કરવા છતાં જે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું નથી.વારંવાર રજુઆત કરવા છતાં 11 લાભાથીઁના આવાસો મળેલ નથી,સરદાર આવાસ-2ના જે પણ અધિકારીઓ ચાવ કરી ગયા છે તેમના પર તાત્કાલિક જરુરી પ્રોસિજર કરવામાં આવે તે જરુરી છે.છેલ્લા ત્રણ વષૅથી ઢીલી નીતિ આપનાવવામાં આવી રહી હોય,જો હજુ પણ વિલંબ થશે તો નછટૂકે લાભિથીઁઓએ ગાંધી ચિંધ્યા માગૅ અપનાવી ન્યાયની અપીલ કશેનું જણાવ્યુ હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *