તાપી જિલ્લામાં ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે
તાપીના રમણીય પ્રવાસન સ્થળો તથા લોકજીવન આધારિત ફોટોગ્રાફી સ્પર્ધાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન
……….
ફોટો સબમીટ કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી-2023
…………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી 31: તાપી જિલ્લો કુદરતી સૌંદર્ય નો ભરપૂર ખજાનો ધરાવે છે. રમણીય પ્રવાસન સ્થળો ધરાવતા તાપીમાં ઘટાદાર જંગલો,બારેમાસ ખળખળ વહેતી નદીઓ,સાતપુડાના ડુંગરોની હારમાળાઓ સહેલાણીઓને આનંદવિભોર બનાવે છે. પારંપારિક સંસ્કૃતિ ધરાવતા અહીંના ભોળા આદિવાસીઓ નૈસર્ગિક વાતાવરણમાં મસ્તીભર્યુ જીવન ગુજારે છે. અહીંના વનપ્રદેશમાં ટહેલવા નીકળો ત્યારે યાદગાર તસવીરો લેવાનું મન થઈ જાય છે.
આવા પ્રકૃતિની ગોદમાં રહેલા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ભવ્ય ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત તાપી જિલ્લાના ફોટોગ્રાફી કલા રસિકો આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલાને બહાર લાવી તાપી જિલ્લાના ફોટોગ્રાફ રજુ કરી શકશે.
આ સ્પર્ધાના નિયમો અનુસાર દરેક ફોટોગ્રાફર માત્ર 1 ફોટોગ્રાફ સબમિટ કરી શકે છે જે ફક્ત તાપી જિલ્લાનો જ હોવો જોઈએ. ફોટોગ્રાફ્સ JPG ફોર્મેટમાં સબમિટ કરવાનો રહેશે. એડીટ કરેલ ફોટોગ્રાફ્સ ધ્યાને લેવામાં આવશે નહી જેથી ફોટોગ્રાફ્સ અનએડીટેડ/(Raw) હોવો જોઇએ.
ફોટો સ્થળની વિગતો સાથે ઈમેલ દ્વારા સબમિટ કરવાનો રહેશે જેમાં સહભાગીનું નામ, ઉંમર, મોબાઈલ/લેન્ડલાઈન નંબર, સંપૂર્ણ સરનામું, ફોટોનું શીર્ષક અને ફોટોનું સ્થળ (વિગતો ફોટોગ્રાફ પર ઉલ્લેખિત ન હોવી જોઈએ, તેનો ઉલ્લેખ મેઈલમાં અલગથી કરવો) અત્રે નોંધનિય છે કે, ફોટોગ્રાફ પર વોટરમાર્ક અથવા ફોટોગ્રાફરના નામનો ઉલ્લેખ કરવો નહિ.
સબમીટ થયેલા ફોટો તાપી જિલ્લા વહીવટી તંત્રને પ્રદર્શન કરવાનો અધિકાર રહેશે. ફોટોગ્રાફરને સૌજન્ય આપવામાં આવશે. તા.26-01-2023 ના રોજ વિભાગ દ્વારા શ્રેષ્ઠ 5 ફોટોગ્રાફ્સને પુરસ્કાર આપવામાં આવશે. વિભાગ દ્વારા રચાયેલી સમિતિ નિષ્ણાતો દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. પ્રથમ ઈનામ રૂપિયા 5000/-,દ્વિતિય 4000/- તૃતિય 3000/- ચોથુ 2000/- અને પાંચમા ઈનામ તરીકે રૂપિયા.1000/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
તમામ ફોટોગ્રાફ્સનો કોપીરાઈટ ફોટોગ્રાફર પર રહેશે અને કલેક્ટર ઓફિસ તાપી જ્યાં પણ અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે ફોટાનો ઉપયોગ કરવા માટે મુક્ત રહેશે.
તા.20 જાન્યુઆરી સુધીમા ઈમેઈલ આઈ.ડી. dcfvyara1@gmail.com ઉપર ફોટો મોકલવાનો રહેશે. તેમજ 20×30 ઈંચ સાઈઝની હાર્ડ કોપી પણ જમા કરાવવાની રહેશે. જજ સમિતિનો નિર્ણય આખરી ગણાશે.
Photo editing and nature pictures the world
The world pictures and neture photo editing