તાપી જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ/સંસ્થા કે કંપનીને દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમા લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનુ ઉત્પાદન કે વેચાણ કરવા પર પ્રતિબંધ
માહિતી બ્યુરો;વ્યારા:- તા. ૩૧ આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગની સુચના મુજબ ઉત્તરાયણ/અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુક્કલ/ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી પશુ-પંખી તેમજ પર્યાવરણને થતા નુકશાન, આગજની કે તેવી અન્ય કોઇ દુર્ઘટના ન બને તે માટે સી.આર.પી.સી.ની કલમ-૧૪૪ હેઠળ ચાઇનીઝ તુક્કલ/ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઇનીઝ માંઝા/નાઇલોન (પ્લાસ્ટિક)ની દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમા લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંઘ મુકવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સુચના આધારે જાહેર સલામતી માટે નીચેના કૃત્યો ઉપર પ્રતિબંઘ મુકવો જરૂરી જણાય છે.
આથી તાપી જિલ્લાના અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આર.જે.વલવીને મળેલ અધિકારની રૂએ સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારમાં તા.૨૫/૦૧/૨૦૨૩ના કલાક ૨૪.૦૦ સુધી કોઇ પણ વ્યક્તિએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
કોઇ પણ વ્યક્તિ/સંસ્થા કે કંપની ચાઇનીઝ તુક્કલ/ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઇનીઝ માંઝા/નાઇલોન (પ્લાસ્ટિક)ની દોરી, કાચ પાયેલી તથા સિન્થેટીક કે, અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમા લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનુ ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહી.આ પ્રકારના ચાઇનીઝ તુક્કલ/ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઇનીઝ માંઝા/નાઇલોન (પ્લાસ્ટિક)ની દોરી, કાચ પાયેલી તથા સિન્થેટીક કે અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થો કોઇ પણ પ્રસંગે ઉડાડી શકાશે નહી કે અન્ય કોઇ પણ રીતે ઉપયોગ કરી શકાશે નહીં.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
00000000