સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત બી.આર.સી ભવન ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૩૧ સર્વ શિક્ષા અભિયાન મિશન, સુરત દ્વારા IED અંતર્ગત 6 થી 14 વર્ષનાં શાળામાં અભ્યાસ કરતાં હલન ચલન ખામી ધરાવતાં બાળકો (OH), માનસિક ક્ષતિ ધરાવતાં બાળકો (ID), સંપૂર્ણ અંધ બાળકો (TB), મૂકબધિર બાળકો (HI) તેમજ બહુ દિવ્યાંગતા ધરાવતાં બાળકો (MD) નાં એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે યોજાયેલ આ કેમ્પમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાનાં OH-17, ID-46, TB-6, HI-12 તેમજ MD જેવી વિવિધ કેટેગરીનાં કુલ 96 દિવ્યાંગ બાળકોને ચકાસવામાં આવ્યા હતાં. બાળકોની ચકાસણી માટે વિકલાંગતાની કેટેગરી મુજબનાં ડોક્ટર્સની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગતા એ અભિશાપ નથી. સમાજનાં આવા અશક્ત બાળકોને સશક્ત કરવા એ આપણી સામાજિક ફરજ છે. જરૂરિયાતમંદ ગરીબ બાળકોને જોઈતી સાધન સહાય મળી રહે એ માટે આવા એસેસમેન્ટ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થશે.
સદર કેમ્પમાં જિલ્લા આઇ.ઇ.ડી. કો-ઓર્ડિનેટર હરેશભાઈ ગલસર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કેમ્પમાં ભાગ લેનાર બાળકો અને વાલીઓને ચા-નાસ્તો તેમજ આવવા જવાનું ભાડું અને કચેરીથી આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્પે.એજ્યુકેટર મિલન પટેલ અને બળવંત પટેલ તથા વિશિષ્ટ શિક્ષિકા નીતા પટેલ અને જીજ્ઞા પટેલે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *