તાપી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ અમદાવાદ સાયન્સ સીટીનો ૬ થી ૧૨ના શાળાકીય વિદ્યાર્થીઓ માટે ૩૧મી માર્ચ સુધી FREE આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત તાપી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ અમદાવાદ સાયન્સ સીટીનો ૬ થી ૧૨ના શાળાકીય વિદ્યાર્થીઓ માટે ૩૧મી માર્ચ સુધી FREE આયોજન ગોઠવવામાં આવ્યું.
ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા ધોરણ-૬ થી ૧૨ના વિદ્યાર્થીઓને અમદાવાદ સાયન્સ સીટીનો શૈક્ષણિક પ્રવાસ બિલકુલ નિઃશુલ્ક ૫૧ બાળકો અને ૦૩ શિક્ષકો એમ ૫૪ શિક્ષણાર્થીઓને ગુજરાત સરકારની GSRTC ની ડીલક્ષ બસ દ્રારા નિદર્શન કરાવવામાં આવશે. આજદિન સુધી જીલ્લાની ૧૪૦ માધ્યમિક શાળામાંથી ૧૭ માધ્યમિક શાળાઓ અને ૮ પ્રાયમરી શાળાના એમ કુલ : ૧૨૭૫ બાળકોએ સાયન્સ સિટીનો લાભ લીધો છે. સરકારશ્રીના વિજ્ઞાન – પ્રોદ્યોગિકી વિભાગ દ્રારા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-અભિરૂચી વધે તેવા હેતુ સાથેનો સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે. તો આ શૈક્ષણિક પ્રવાસ માટે દરેક શાળાઓ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપીના ડાયરેક્ટર કેતનભાઈ શાહનો (૯૮૨૫૩૨૩૧૨૮) સંપર્ક કરે અને બાળકોને નિઃશુલ્ક સાયન્સ સિટીનો લાભ અપાવે.