ખેતરની ફરતે તારની વાડ બનાવી જીવંત કરંટ કે ઝટાકા મશીન મુકનાર સામે ફોજદારી કાર્યવાહી થશે
Contact News Publisher
માહિતી બ્યુરો તાપી, તા.28: તાપી જિલ્લામાં કોઈ પણ ખેડૂત મિત્રોએ રાત્રિના સમયે ખેતીવાડી વિસ્તારમાં પોતાના પાકને જંગલી જાનવરોથી બચાવવા માટે ખેતરની ફરતે તારની વાડ બનાવી જીવંત કરંટ કે ઝટાકા મશીન મુકવો નહીં. આમ કરવાથી જીવિત વ્યક્તિ કે પાલતુ પશુઓને નુકસાન કે મોત થવાની સંભાવના રહેલી છે. આ કૃત્ય કરનાર સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે એમ કાર્યપાલક ઇજનેર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગ કચેરી વ્યારા તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000000000