કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ. વઘઈ દ્રારા દ્વારા તારીખ ૧૯ થી ૨૩ ડીસેમ્બર, ટેકનોલોજી સપ્તાહની ઉજવણી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનિવર્સીટી વિસ્તરણ શાખાનું ડાંગ જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા તારીખ ૧૯ થી ૨૩ ડીસેમ્બર ૨૦૨૨ (પાંચ દિવસ) સુધી ટેકનોલોજી સપ્તાહની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહને ૧૯ તારીખે આહવા તાલુકામાં સતી ગામથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સપ્તાહ દરમિયાન ૩૦ થી વઘારે ગામોમાં ૪૫૦ થી વઘારે ખેડૂત ભાઈઓ-બહેનોને કૃષિની નવીનત્તમ તાંત્રીકતા પીરસવામાં આવી હતી.
આ સપ્તાહ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાલીમ, જાગૃતિ કાર્યક્રમ, ડાયગ્નોસ્ટીક વિઝીટ, વિવિધ વિષયના વ્યાખ્યાન, કૃષિ પ્રદર્શન, પધ્ધતિ નિદર્શન, ફાર્મ વિઝીટ, ફિલ્મ શો, કિસાન ગોષ્ઠી અને કિસાન દિવસ જેવા વિવિધ પ્રવૃત્તિ દ્વારા કૃષિની આધુનિક ટેકનીકથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
આ સપ્તાહને સફળ બનાવવામાં આત્મા પ્રોજેક્ટ ડાંગ, લાઈન ડીપાર્ટમેન્ટ-ડાંગ, આગાખાન સંસ્થા, આંબેડકર સેવાધામ ટ્રસ્ટ, ટુ લાઈફ પ્રાકૃતિક ખેતી એજેન્સી વગેરેનું મહત્વ યોગદાન રહ્યું હતું, આ સપ્તાહમાં ડાંગ જીલ્લાના કલેકટરશ્રી ધર્મેન્દ્રસિહ ગોહિલ, નવસારી કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન. એમ. ચૌહાણ, કૃષિ કોલેજ વઘઈના આચાર્યશ્રી ડૉ. જે. જે. પસ્તાગીયા, સંશોધન કેન્દ્રના વડા ડૉ. એચ. ઈ. પાટીલ, ચીચોંડ ગામ પંચાયતના ઉપસરપંચ વનરાજભાઈ તથા અલગ અલગ સંસ્થાના વડાઓએ હાજરી આપી આ સપ્તાહને શોભાવ્યો હતો.
આ સપ્તાહને સફળ બનાવવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક વૈજ્ઞાનિકે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. દરેક દિવસના અંતે ફોલ્ડર અને બુક પણ આપવામાં આવી હતી. ૪૦ ખેડૂતોને પ્લાન્ટ ડીસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવ્યા હતા. તાલીમના અંતે શાકભાજીની કિચનગાર્ડનની કીટ અને ફળમાખીના નિયંત્રણ માટે ફળમાખી ટ્રેપ ખેડૂતોને નિદર્શન સ્વરૂપે આપવામાં આવ્યું હતું.આ સપ્તાહમાં ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો.