તાપી જિલ્લા ખાતે જિલ્લા ક્ક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ
વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય ક્ક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
………………….
(માહિતી બ્યુરો, તાપી) તા.06: જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી દ્વારા આયોજિત જિલ્લા ક્ક્ષાની બાળવાર્તા સ્પર્ધા બી.આર.સી ભવન વ્યારા ખાતે તાજેતરમાં યોજવામાં આવી હતી. જેમાં ફાઉન્ડેશન સ્ટેજ (ધોરણ-૧ થી ૨) વિભાગમાં ડોલવણ તાલુકાની બામણામાળદૂર પ્રા. શાળાની વિદ્યાર્થિની દિક્ષિતા કુમારી પી. ચૌધરી પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી.
આ સ્પર્ધામાં પ્રિપેરટરી સ્ટેજ (ધોરણ-૩ થી ૫) વિભાગમાં વ્યારા તાલુકાની દાદરીફળિયા ચાંપાવાડી પ્રા. શાળાની વિદ્યાર્થિની અંજલી કુમારી વી. ગામીત પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી અને મિડલ સ્ટેજ વિભાગમાં વ્યારા તાલુકાની ડુંગરી ફળિયા બાલપુર પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રથમ ક્રમે ગામીત પ્રીયા એસ. વિજેતા થઈ હતી. આ સૌ વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય ક્ક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી પરિવાર સૌ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા એક થી ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. જિલ્લા ક્ક્ષાની આ વાર્તા સ્પર્ધાનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપીના સિનિયર લેકચરર, શ્રી જે.ડી પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું .
00000000000