મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ભાગી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા લોકઅપ તોડી લોકપમાંથી ભાગી ગયેલ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને તાપી પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળેલ કે, મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પો.સ્ટે. જી.નંદુરબાર ગુ.ર.નં.- ૬૪૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૨ મુજબના ગુનાના પાંચ આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પોલીસ સ્ટેશનનુ લોકઅપ તોડી લોકઅપમાંથી ભાગી ગયેલ છે અને તેઓ ગુજરાત તરફ નાસેલ હોવાની શક્યતા છે. જે આરોપીઓ વિરૂધ્ધમાં નવાપુર પો.સ્ટે. ગુ.ર.નં.-૬૪૨/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૨૨૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, વિગેરે મેસેજ આધારે, શ્રી,આર.એમ.વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં કાર્યરત કરી ભાગેલ આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, અ.હે.કો. જગદીશભાઇ જોરારામભાઇ એલ,સી.બી. તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના માણસો ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન નવાપુર પો.સ્ટે.થી ભાગેલ આરોપીઓની વોચ/તપાસમાં હતા તે દરમ્યાન અ.હે.કો. જગદિશ જોરારામ તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે- માણેકપુર, બસ સ્ટેન્ડ પાસે આવતા બસ સ્ટેન્ડ પરથી તા.ઉચ્છલથી ઉપરોકત ગુનાનો ફરાર આરોપી- હૈદર ઉર્ફે ઇસરાઇલ ઇસ્માઇલ પઠાણ, ઉ.વ.૨૦, રહે. કુંજખેડા, તા.કન્નડ, જી.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)ને તા.૦૫/૧૨/૨૦૨૨ ના કલાક.૧૮/૧૫ વાગ્યે પકડી પાડી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ .
અ.હે.કો. જગદિશ જોરારામ, નોકરી- એલ.સી.બી., તાપી તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના અ.હે.કો. લેબજી પરબતજી, અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇએ કામગીરી કરેલ છે.