જનરલ ઓબ્ઝર્વરના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાની બે વિધાનસભા સીટ ઉપર ચૂંટણી તંત્ર સજ્જ

Contact News Publisher

જનરલ ઓબ્ઝર્વર,ખર્ચ ઓબ્ઝર્વર તેમજ કાયદો અને વ્યવસ્થા ના ઓબ્ઝર્વરે ૧૭૧-વ્યારા (અ.જ.જા.) અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્રને સુચારૂ માર્ગદર્શન પુરૂ પાડ્યું.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૪ઃ અવસર લોકશાહીનો વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આગામી ૧ ડિસેમ્બરે યોજાનાર છે ત્યારે ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે વિધાનસભાના તમામ મતદાર વિસ્તારમાં ઓબ્ઝર્વરોની નિમણૂંક કરવામાં આવે છે. તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા (અ.જ.જા.) અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) બેઠક ઉપર પારદર્શક રીતે ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના જનરલ ઓબ્ઝર્વર શ્રી શિવ સહાય અવસ્થી (IAS) કાયદો અને વ્યવસ્થા સંભાળતા પોલીસ ઓબ્ઝર્વરશ્રી નિમિત ગોયલ (IPS ) વ્યારા ખાતે આજરોજ આવી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આનંદકુમાર (IRS ) એ અગાઉ ચૂંટણી સબંધિત ખર્ચ બાબતે ઝોનલ/નોડલ ઓફિસરોને ચૂંટણીમાં ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવે (IAS) અને ખર્ચ નોડલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા (IAS) તથા જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ (IPS ) એ ઓબ્ઝર્વરશ્રીઓનું જિલ્લા ચૂંટણી તંત્ર વતી તાપી જિલ્લામાં હાર્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. તાપી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણી તંત્રની કામગીરીથી જનરલ ઓબ્ઝર્વરશ્રી શ્રી શિવ સહાય અવસ્થી (IAS) ને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવે (IAS) દ્વારા અવગત કરાયા હતા. જનરલ ઓબ્ઝર્વરશ્રીએ તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ સમગ્ર કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે સુચારૂ માર્ગદર્શન આપી જિલ્લાની બંને વિધાનસભાની સીટો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તમામ ઓબ્ઝર્વરશ્રીઓનું કાર્યાલય સરકીટ હાઉસ વ્યારા ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other