જિલ્લા સેવા સદન ખાતે મતદાન અંગે જાગૃત કરતી રંગોળી અને મતદાન કરવા પ્રેરિત કરતા સંદેશા દોરાયા

0
IMG-20221114-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સ્વીપ એકટીવીટી અંતર્ગત ‘અવસર લોકશાહીનો’ અનુલક્ષીને કે.કે.કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ, શિક્ષકા અપેક્ષાબેન અને સુનંદાબેન તથા શાળાના આચાર્યા સંગીતા ચૌધરી દ્વારા જિલ્લા સેવા સદન તાપીના પ્રથમ માળે અને ગ્રાઉન્ડ ફ્લોર ખાતે તથા જિલ્લા માહિતી કચેરીના MCMC સેન્ટર ખાતે મતદાન અંગે જાગૃત કરતી રંગોળી અને મતદાન કરવા પ્રેરિત કરતા સંદેશા દોરવામાં આવ્યા હતા. કલાત્મક અને રંગબેરંગી ચિત્રોના માધ્યમથી લોકશાહીનો અવસર ઉજવવામાં આવ્યો હતો. આ વેળાએ જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ કલાકારો સાથે ફોટો લઇ તેઓની કલાને બીરદાવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other