તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ
તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ
…………..
મહત્તમ મતદાન થાય તે અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર તાપી દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરાઇ
…………..
(માહિતી બ્યુરો વ્યારા -તાપી). તા.૧૧: રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલના નેતૃત્વમાં તાપી જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત આઇ.ટી.આઇ સોનગઢ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ સાથે ડોલવણની પ્રાથમિક શાળા કાકડવા ખાતે મતદાન રેલી, શ્રી એસ..જી.પટેલ આર્ટસ એન્ડ પી.કે.દેસાઇ કોમર્સ કોલેજ નિઝર ખાતે મતદાર જાગૃતિ રેલી અને રંગોળી દ્વારા મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,
ઉપરાંત અવસર અંતર્ગત કહેર કલમકુઈની શાળા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માનવ આકૃતિનું મનમોહક દ્રશ્યનું સર્જન કરી મતદાન કરવા ગ્રામજનોને જાગૃત કર્યા હતા. તથા સ્વીપ અંતર્ગત આઈ.ટી.આઈ માણેકપુર, ઉચ્છલ ખાતે ભવ્ય મતદાર રેલી અને રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સહિત વિવિધ પ્રવૃતિને સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર તાપી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦