તાપી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન મતદાન મથકની આજુબાજુના ૨૦૦ મીટ૨ની અંત૨ સુઘીમાં કોઈ પણ મંડપ બાંધવો નહી
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.07 આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી તા 01-12-2022 અને તા.05-12-2022ના રોજ થનાર છે. તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે વલવીએ ચુંટણી પર્વને અનુલક્ષીને શાંતિ-સલામતી માટે એક જાહેરનામા દ્વારા સત્તાની રૂએ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022 દ૨મ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મુકત અને ન્યા2યી વાતાવ૨ણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાય તે માટે આદર્શ આચારસંહિતા મુજબ ચૂંટણી સમયે મતદાન મથકની આજુબાજુના મથકની ૨૦૦ મીટ૨ના અંત૨ સુઘીમાં કોઈ પણ મંડપ બાધવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ દરેક મતદાન મથક/મથકોએ કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે મતદાન મથકની 200 મીટ૨ની અંત૨ સુઘીમાં કોઈ પણ મંડપ બાંધવો નહી અને એક જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વ૨સાદથી ૨ક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે. પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહી. આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખિત મંજુરી મેળવવાની રહેશે, અને સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓને જાણ કરવાની રહશે. મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવા૨નું નામ/ચિન્હ પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ લખેલુ હોવુ જોઇએ નહી. મતદાન કરીને આવેલ મતદા૨ને મંડપમાં ભેગા/એકત્ર કરી શકાશે નહી.ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઇએ તેની ઉપર કોઇ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહી. મતદારોને મતદાન મથકે પ્રવેશ ક૨વામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહીં. મતદાન મથકની ૧૦૦ મીટ૨ની હદમાં સેલ્યુલર ફોન, કોર્ડલેન્સ ફોન, વાય૨લેન્સ સેટ્સ લઈ પ્રવેશ કરી શકાશે નહી.
સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, તેમને ઉપરી અધિકારીઓએ આવુ કોઇ કાર્ય ક૨વા હ૨માવ્યુ હોય, અથવા ફ૨જ હોય તો તે ક્તિઓને લાગુ પડશે નહી. આ હુકમ તા.૧૦/૧૨/૨૦૨૨ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તા૨માં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
000000000000000000