ચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ
મહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.07 ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 તા 01-12-2022 અને તા.05-12-2022ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગે૩ના નિયંત્રણ રાખવાની જરૂર છે. આથી, તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,આર.જે.વલવી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવવામાં આવેલ છે કે, કોઈપણ મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોએ,ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિશે, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇ પણ પ્રકાચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં. ધાર્મિક સંસ્થાઓ (દૂરઉપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી તેથી તે કાયદાનું અસરકારક રીતે પાલન કરવાનું રહેશે. આ અંગે ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
0000000000