એક્તાનો સંદેશ લઇ દોડયા તાપીવાસીઓ:”રાષ્ટ્રીય એકતા દિવસ”-તાપી
વ્યારા સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ હેઠળ એકતા દોડ યોજાઇ : 169 દોડવીરોએ ભાગ લીધો
…………….
(માહિતી બ્યુરો વ્યારા -તાપી). તા.31: શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર નિમિત્તે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, તાપી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ હેઠળ આજ રોજ “યુનિટી રન” નું આયોજન આર્ટ્સ & કોમર્સ કોલેજ, વ્યારા ખાતે થી મીશન નાકા થઇ સયાજી ગ્રાઉન્ડથી પરત આર્ટ્સ & કોમર્સ કોલેજ, વ્યારા સુધી યુનિટી રનનું આયોજન થયેલ હતું. જેમાં ૫૨ ભાઈઓ તથા ૧૧૭ બહેનો થઈ કુલ ૧૬૯ વ્યારા નગરના દોડવીરોએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સહાયક માહિતી નિયામક શ્રી નીનેશભાઇ ભાભોર, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વ્યારાના આચાર્યશ્રી એચ. કે. ખરવાસિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત, પીઆઇશ્રી ડી.એસ.પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી જી.જી. વળવી સહિત મહાનુભાવોના હસ્તે યુનિટી રનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
આ દોડમાં પ્રથમ આવનાર દોડવીરોમાં ગામીત દિવ્યેશ, બીજા ક્રમે વસાવા વૈભવી, અને ત્રીજા ક્રમે ભીલાર ઓફિનાને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા. અંતે સૌએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવા “એકતા શપથ” ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો સહિત દોડવીરોએ મોરબી જિલ્લામાં ગત રોજ થયેલ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકો માટે બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
0000000000000