ડાંગ : ભાઈબીજ અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતો મેળો
ડાંગના પર્વતીય હારમાળાના તળેટીએ આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ડાંગના પ્રવાસન સ્થળ કળબ ડુંગર મેળાને ખુલ્લા મુકતા જિલ્લા પ્રમુખ મંગળ ગાવીત અને ડાંગ ધારાસભ્ય વિજય પટેલ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગમાં આવેલ કળબ ડુંગર ઉપર એક દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ડાંગ જિલ્લાના આદિ આદિવાસીઓમાં વિશેષ મહત્વ હોય છે આ મેળામાં એક બીજાને નવા વર્ષના અભિવાદન આપતા હોય છે જ્યારે અહીં પ્રવાસન વિભાગ દ્વારા ધાર્મિક મહત્વના આધારે વિકાસ પણ કરવામાં આવ્યો છે
ડાંગ જિલ્લામાં આવેલ સૌથી ઊંચો ડુંગર માનવામાં આવે છે આ પ્રવાસન ધામ ઉપર વર્ષે હજારોની સંખ્યામાં લોકો પ્રવાસ ખેડતા હોય તેથી ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત બન્યો છે અહીંના લોકોના ધાર્મિક સ્થળ હોવાના કારણે ગુજરાતભરના ભક્તો એક વાર દર્શને આવતા હોય છે
ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં લોકોને દર્શન માટે અગવડતાં ના પડે તેના માટે કળબ ડુંગર પ્રવાસન વિકાસ સમિતિ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે
ડાંગ જિલ્લા પ્રમુખ મંગળ ભાઈએ જણાવ્યું હતું કે કળબ ડુંગરનું ડાંગ જિલ્લામાં વિશેષ મહત્વ છે અહીં વર્ષ દરમિયાન હાજરોની સંખ્યામાં લોકો મુલાકાત માટે આવતા હોય છે જ્યારે ગુજરાતમાં એક માત્ર એવો મેળો છે જેનું આયોજન એક દિવસ મોબાઈલ ભૂલી એકબીજાને રૂબરૂમાં મળી નવા વર્ષની શુભકામના આપતા હોય છે.
કળબ ડુંગરનો ઇતિહાસ ધાર્મિક રીતે ખૂબ જૂનો છે જેથી આ સ્થળનું મહત્વ પણ એટલુ જ છે ડાંગ જિલ્લામાં આવેલ કળબ ડુંગરનો વિકાસ માટે 2 કરોડની માતબર રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે મારા માટે ખુશીની વાત છે કે સરકાર આ સ્થળના વિકાસમાં યોગદાન આપે સાથે જણાવ્યું હતું કે ડાંગની દરેક જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
નવા વર્ષના મેદાન ઉદ્ઘાટન પધારેલા મહેમાનો ડાંગ જિલ્લા પ્રમુખ માગદભાઈ ગાવીત,ડાંગ જિલ્લા ધારા સભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા સદસ્ય નિર્મળાબેન એસ ગાઈન, સુભાષભાઈ ગાઈન,વાસુરણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ,વઘઇ તાલુકા ઉપ પ્રમુખ બળવંતભાઈ,ચંદરભાઈ ગાવીત તાલુકા સદસ્ય) વઘઇ બીટ પીએસઆઇ,આહવા બીટ પીએસઆઇ, નિતેશભાઈ ભેંડમાળ પંચાયત સરપંચ, કીર્તિ ભોયે દગડીઆબા પંચાયત સરપંચ,તેમજ તમામ કાર્યકર્તાઓએ સફળ બનાવવા અથાગ મેહનત કરી છે