સુરત શહેરમાં ‘મેન ઇઝ હા’ નાં શેરી ગરબા પાલનપુર પાટિયા તથા અડાજણ ખાતે યોજાયા

Contact News Publisher

શરદ પૂર્ણિમાએ જહાંગીરપુરા, ઉગત રોડ, સુરત એકેડેમિક એસોસિએશનનાં પાર્થ ફાર્મ ખાતે શેરી ગરબા યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : દર વર્ષે શેરી ગરબા દ્વારા પ્રાચીન ગરબાઓને જીવંત રાખતી ‘મેન ઈઝ હા’ ની શેરી ગરબા સ્પર્ધા નવરાત્રિનાં અંતિમ દિવસે પાલનપુર પાટીયા, આઈ.એન. ટેકરાવાળા સ્કૂલની સામે શાંતિ સદન સંકુલ તેમજ આનંદ મહેલ રોડ, મહાવીર કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં સાદા ગરબા-બેસ્ટ એક્શનમાં ભાવિન કાપડીયા પ્રથમ, બેસ્ટ ડ્રેસમાં સંજય કાપડીયા પ્રથમ, દોઢિયા રમઝટમાં બેસ્ટ મેલમાં અંકિત બોડાવાલા દ્વિતીય વિજેતા જાહેર થયા હતાં. જ્યારે અડાજણ, આનંદ મહલ રોડ, મહાવીર કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલી સ્પર્ધામાં સાદા ગરબા બેસ્ટ એક્શનમાં ભાવિનીબેન માંડલીયા પ્રથમ, સાદા ગરબા બેસ્ટ ડ્રેસમાં હર્ષાબેન બુંદેલા પ્રથમ, દોઢિયા રમઝટમાં બેસ્ટ મેલમાં હાર્દિક જોગીયા પ્રથમ, બેસ્ટ ફીમેલમાં શ્રૃતિ પટેલ પ્રથમ, બેસ્ટ 30 પ્લસમાં ડો. નિલાંગી બોંઘાવાલા પ્રથમ, બેસ્ટ ચાઈલ્ડમાં આજ્ઞા સાંવરીયાને પ્રથમ વિજેતા જાહેર થયા હતાં. તદ્ઉપરાંત રાસ રમઝટમાં મોટાઓનાં કપલમાં પલક પંચોલી-કમલેશ પંચોલી, યુવાનોમાં કપલમાં ડિમ્પલ પીજીવાલા-ભાવેશ પીજીવાલા જ્યારે રંગીલો સુરતીમાં વિશાલ બોડાવાલા પ્રથમ વિજેતા જાહેર થયા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *