કાકરાપાર ખાતે સુરત-તાપી જિલ્લાના અધિકારીઓની ઓફસાઈટ આપાતકાલિન તૈયારી માટેની તાલીમ કાર્યશાળા યોજાઈ

Contact News Publisher

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડયા લી.દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સલામતિના ભાગરૂપે બંને જિલ્લાના વિવિધ વિભાગોના ૬૯ જેટલા અધિકારીઓ પ્રશિક્ષણ તાલીમથી સુસજ્જ બન્યા

આપાતકાલીન ઈમરજન્સી સમયે તાલીમ ખૂબ જ ઉપયોગી બની રહેશે : નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૮- સુરત અને તાપી જિલ્લામાં સમાવિષ્ઠ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડયા લી.દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓફસાઈટ આપાતકાલીન તૈયારીના ભાગરૂપે અધિકારીઓ માટે પ્રશિક્ષણ કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ફાયર બ્રિગેડ,પોલીસ,આર.ટી.ઓ.ડિઝાસ્ટર મેનેજમેન્ટ, NDRF, CISF , મામલતદારશ્રીઓ, આરોગ્ય, માહિતી પ્રસારણ,ખેતીવાડી,પશુપાલન સહિત વિવિધ વિભાગોના ૬૯ જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૧૫મી ઓફસાઈટ ઈમરજન્સી એક્સરસાઈઝ માટે નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તાલીમમાં સુરત ગ્રામ વિકાસ નિયામક એમ.બી.પ્રજાપતિ,ચીફ ઓફિસર ડિફેન્સ વી.એમ.ત્રિવેદી,વી.એમ.ત્રિવેદી, સાઈટ ડાયરેકટર સુનિલ રોય,વરિષ્ઠ વૈજ્ઞાનિકો સહિત સબંધિત અધિકારીઓએ પ્રશ્નોત્તરી સાથે ચર્ચા વિચારણા હાથ ધરી આપાતકાલિન સમયે આયોજનબધ્ધ કામગીરી કરવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ જણાવ્યું હતું કે આપણને આજે ઉમદા તક મળી છે. દેશની ક્લીન એન્ડ ગ્રીન એનર્જી આપણને સરળતાથી મળી રહે અને તેના ઉત્પાદન દરમિયાન આપણે સાવચેતીના પગલા લેવા પણ અત્યંત આવશ્યક છે. જેથી આપણે ખંતપૂર્વક તાલીમ લેવી જોઈએ. કુદરતી આફતોમાં ઈમરજન્સી સમયે ગામડામાં જાગૃતિ આવે અને આપણે સલામતિ પૂર્વક જાન-માલની સુરક્ષા કરીએ તે માટે તાલીમ લઈ સુસજ્જ બનીએ.
સાઈટ ડાયરેકટર સુનિલ રોયે જણાવ્યું હતું કે દેશના તમામ અણુમથકો ખૂબ જ સલામત છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી.કાકરાપાર ખાતે ૫લાન્ટ ૧ અને ૨ કાર્યરત છે. જેમાંથી ૨૨૦ મેગાવોટ વિજ ઉત્પાદન થાય છે. પ્લાન્ટ ૩ અને ૪ શરૂ થતા જ દેશનું સૌથી મોટુ ઉર્જા સ્ત્રોત બની જશે.આ પ્લાન્ટની ડિઝાઈન,કન્સ્ટ્રકશન,સુરક્ષા પ્રણાલી ખૂબ જ સુંદર છે. સતત મોનીટરીંગ સાથે તેનું સંચાલન કરવામાં આવે છે. તાલીમ લઈ આપણું દાયીત્વ નિભાવવાનું છે. પુરા વિશ્વમાં અણુ ઉર્જા મેળવવામાં આવે છે. માનવીય ભુલો કઈ રીતે ઓછી કરાય,ગામના લોકોનો ડર દુર કરવો આપણું કર્તવ્ય છે.
સાયન્ટીફિક ઓફિસર જે.બી.સોનીએ ઈમરજન્સી ના પ્રકારનું વર્ણન કર્યું હતું. જેમાં પ્લાન્ટ ઈમરજન્સી,સાઈટ ઈમરજન્સી અને ઓફસાઈટ ઈમરજન્સી,ટ્રાફિક ડાયવર્ઝન વિશે માહિતી આપી હતી. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ સુરત-તાપીના ૨.૧ કિ.મી.ત્રિજ્યામાં ૧૫ ગામો આવે છે. જ્યારે ૧૮ કિ.મી.માં કુલ ૨૩૪ ગામો આવેલા છે. આયોડિન ટેબ્લેટનો જથ્થો પુરતા પ્રમાણમાં રાખવામાં આવે છે. અંતર,સમય અને રક્ષાત્મક આવરણ ઈમરજન્સીના મહત્વના આધાર સ્તંભો છે. પાવર સ્ટેશન કેવી રીતે ચાલે છે. સોર્સ ઓફ એનર્જી , એટોમિક એનર્જી, ન્યુક્લિયર વિશે કે.કે.નન્દીએ જાણકારી આપી હતી. Head ESL ડો.એ.કે.પાત્રાએ અણુ ઉર્જાથી પર્યાવરણ ઉપર કિરણોત્સર્ગની અસરો અંગે જાણકારી આપી હતી. મેડિકલ રેડિએશન અંગે તેમણે કહ્યું હતું કે એક કેળામાંથી પણ ૦.૧ માઈક્રોસિવિયર ડોઝ આપણને મળે છે. મેટ્રોલોજીકલ ડેટા,રેડિઓલોજીકલ સર્વે તથા સંપૂર્ણ બોડી ચેકઅપ પ્લાન્ટ પર્લોનલ દ્વારા કરવામાં આવે છે. પુરતી તકેદારી રાખવાથી વિકિરણથી સલામત રહી શકાય છે. આભાર વિધિ ભોલેએ કરી હતી.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other