જીલ્લા વિકાસ અધિકારીની અધ્યાક્ષતામાં ૩૨મી આત્મા ગવર્નીંગ બોર્ડની બેઠક યોજાઇ

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.06 તાપી જિલ્લાના વ્યારા મથકે જીલ્લા વિકાસ અધિકારીશ્રી -તાપી અને ચેરમેનશ્રી આત્મા ગવર્નીંગ બોર્ડ શ્રી ડી.ડી.કાપડીયાની અધ્યાક્ષતામાં ૩૨મી આત્મા ગવર્નીંગ બોર્ડની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં તાપી જીલ્લાના ૧૦૯૨ ખેડુતોને દેશી ડાંગરની જાતો જેવી કે દુધ મલાઇ, કૃષ્ણ કમોદ,લાલ કડા ગોલ્ડ,દેવલી કોલમના બીયારણ ખેડુતોના ખેતર પર ખરીફ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું,
ચેરમેનશ્રી આત્મા ગવર્નીંગ બોર્ડ અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતુ કે દેશી જાતોની પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે વેચાણની વ્યવસ્થા જીલ્લા પંચાયત નજીક અને આત્મા ની કચેરી ખાતે “પ્રાકૃતિક ખેતીનુ વેચાણ કેંદ્ર” તરીકે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
વધુમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતુ કે તાપી જીલ્લામાં કુલ ૧૫૦૩ F.I.G ગૃપના કુલ ૧૯૭૯૯ સભ્યોની નોંધણી આત્મા પ્રોજેક્ટ,તાપી દ્વારા થયેલ છે.જે ગૃપના તમામ સભ્યોને જમીન ધારકતા મુજબ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે મહત્તમ પ્રયાસ કરવા સુચનો કર્યા હતા.વધુમાં તેમણે સખી મંડળની બહેનો અને આત્માના રજીસ્ટર ગૃપના સભ્યોને મશરૂમની ખેતી કરતા પ્રગતી શીલ ખેડુતોના યુનીટ પર પ્રેરણા પ્રવાસનું આયોજન કરવા અને મશરૂમ કરતા ખેડુતો માટે વેચાણ વ્યવસ્થા ગોઠવવા તેમજ આત્માના ગૃપોને F.P.O મા ફેરવવા માટે મહત્તમ પ્રયાસ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સંયુક્ત ખેતી નિયામકશ્રી(વિ.) કે.વી.પટેલ,પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી-આત્મા એ.કે.પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સી.સી.ગરાસીયા,નાયબ પશુપાલન અધીકારીશ્રી બ્રીજેશ શાહ,કે.વી.કે-વ્યારાના વડા ડો. સી.ડી.પંડ્યા,ચોખાસંશોધન કેંદ્ર-વ્યારાના વડા ડો.વિપુલ પટેલ અને પ્રગતીશીલ ખેડુતો હાજર રહ્યા હતા.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *