તાપી ગૌરવ : સેન્ટર ઓફ એક્સલન્સ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ફરજ બજાવતા ડો.સ્મિત લેન્ડેની “એક્સલન્સ ઈન એક્સટેન્શન એવોર્ડ,૨૦૨૨” માટે પસંદગી
સેન્ટર ઓફ એક્સલન્સ, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ફરજ બજાવતા ડો.સ્મિત લેન્ડે ઉત્તર પ્રદેશ દ્વારા પુરસ્કૃત મત્સ્યોદ્યોગ વિભાગમાં વિસ્તરણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ કામગીરી બદલ “એક્સલન્સ ઈન એક્સટેન્શન એવોર્ડ,૨૦૨૨” માટે પસંદગી પામ્યા
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૬- કલશ રિસર્ચ એન્ડ વેલફેર સોસાયટી પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ દ્વારા પુરસ્કૃત મત્સ્યોદ્યોગ વિભાગમાં વિસ્તરણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ કામગીરી કરવા બદલ ડો.સ્મિત રમેશ લેન્ડે ની પસંદગી એકએલન્સ ઇન એક્સટેન્શન એવાર્ડ,૨૦૨૨ માટે કરવામાં આવેલી છે.ડો. સ્મિત રમેશ લેન્ડે સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. ડો. સ્મિત રમેશ લેન્ડે જળચર ઉછેર વિષયમાં પીએચડી મત્સ્ય વિજ્ઞાન મહા વિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી, વેરાવળ ખાતેથી પ્રાપ્ત કરેલ છે. તેઓ મત્સ્યપાલન ક્ષેત્રે વિસ્તરણ શિક્ષણ માટે અમૂલ્ય કામગીરી કરે છે.
૦૦૦૦૦