વ્યારા નગરપાલિકા દ્વારા શેરી ગરબા સ્પર્ધા યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા આયોજીત નવરાત્રી તહેવાર નિમિત્તે તા. ૦૧/૧૦/૨૦૨૨ શનિવારના રોજ શેરી ગરબા સ્પર્ધા યોજાયેલ હતી જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી રશ્મિબેન એ. જોષી, શ્રીમતી શિવાનીબેન સી. શાહ એ સેવા આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી સેજલબેન એચ. રાણા, કારોબારી ચેરમેનશ્રી કુલીનભાઇ એસ. પ્રધાન, દંડકશ્રી સંજયભાઇ સોની, શાષકપક્ષ નેતાશ્રી કલ્પેશભાઇ ઢોડિયા, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી રતિલાબેન આર. ચૌધરી, શ્રીમતી નિલમબેન શાહ, શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી દુર્ગાબેન ગામીત, શ્રીમતી પ્રિતીબેન ગામીત, શ્રીમતી પ્રિતીબેન શાહ, શ્રીમતી નિલાબેન પ્રજાપતિ, શ્રીમતી નિમિષાબેન તરસાડીયા, શ્રીમતી દ્રષ્ટિબેન જોષી, શ્રીમતી જમનાબેન બિરાડે, શ્રી અલ્પેશભાઇ પટેલ, શ્રી પરેશભાઇ શાહ, શ્રી રિતેશભાઇ ઉપાધ્યાય, શ્રી રાકેશભાઇ ચૌધરી, શ્રી જયેશભાઇ રાઠોડ વિગેરે સભ્યશ્રી તથા સંગઠનનાં હોદ્દેદારો શહેરની વિવિધ શેરીઓમાં ગરબા સ્પર્ધામાં રહેલ સ્પર્ધકોને ત્યા જઇ શરૂઆત થઇ હતી, શેરી ગરબા સ્પર્ધામાં કુલ – ૬ શેરીઓએ ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમે માં અંબા ગરબા મંડળ, કોટ, દ્વિતિય ક્રમે માં ગરબા મંડળ, કોળીવાડ અને તૃતીય ક્રમે મહાકાલેશ્વર ગરબા મંડળ, દક્ષિણી ફળીયું, કોટ આવેલ જેમને સ્પર્ધાના અંતે ઇનામ વિતરણ વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી સેજલબેન એચ. રાણા, કારોબારી ચેરમેનશ્રી કુલીનભાઇ એસ. પ્રધાન, દંડકશ્રી સંજયભાઇ સોની, શાષકપક્ષ નેતાશ્રી કલ્પેશભાઇ ઢોડિયા, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી રતિલાબેન આર. ચૌધરી, શ્રીમતી નિલમબેન શાહ, શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી દુર્ગાબેન ગામીત, શ્રીમતી પ્રિતીબેન ગામીત, શ્રીમતી પ્રિતીબેન શાહ, શ્રીમતી નિલાબેન પ્રજાપતિ, શ્રીમતી નિમિષાબેન તરસાડીયા, શ્રીમતી દ્રષ્ટિબેન જોષી, શ્રીમતી જમનાબેન બિરાડે, શ્રી અલ્પેશભાઇ પટેલ, શ્રી પરેશભાઇ શાહ, શ્રી રિતેશભાઇ ઉપાધ્યાય, શ્રી રાકેશભાઇ ચૌધરી, શ્રી જયેશભાઇ રાઠોડ વિગેરે સભ્યશ્રી તથા સાંસ્કૃતિક સમિતિનાં મંત્રીશ્રી મહેશ કે. સોનાર અને હોદ્દેદારો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના મંત્રીશ્રી મહેશ કે. સોનાર તથા વ્યારા નગરપાલિકાના કર્મચારી ગણ દ્વારા કરવામાં આવેલ.

ઇનામ વિતરણ કાર્યક્રમ સભાખંડ, નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવેલ હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other