વ્યારામાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિર્મિતે પથ સંચાલન નીકળ્યું 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :   હિન્દુઓમાં એકતાનું સર્જન થાય અને ઘરે ઘર રાષ્ટ્રપ્રેમનું નિર્માણ થાયે તે હેતુ થી નાગપુર ખાતે 1925માં વિજયા દશમીના દિવસે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે બાળકો, યુવાનોને શાખામાં જોડી રાષ્ટ્ર પ્રત્યે પ્રેમની જ્યોત પ્રગટાવી હતી. આજે ભારતભરમાં વિવિધ પ્રાંતોમાં સંઘની શાખાઓ ચાલે છે. અને શાખા થાકી રાષ્ટ્રીય ચિંતક સ્વયં સેવકોનું સર્જન કરવામાં આવે છે. શક્તિની ઉપાસના માટે સંઘની સ્થાપના કરવામાં આવી હોવાથી, સંઘ સ્થાપના દિવસની ઉજવણી નથી કરતુ, વિજયા દશમીના દિવસે આસુરી શક્તિનો નાશ થાય અને સજ્જન શક્તિમાં વધારો થાય, તે હેતુ થી દર વર્ષે વિજયાદશમી ના દિવસે દેશભરમાં આરએસએસ દ્વારા શાસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. અને સ્વયંસેવકો દ્વારા જાહેર માર્ગો પર પથ સંચાલન કાઢવામાં આવે છે. જે દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકોને અતિથિ તરીકે આમંત્રિત કરાય છે.

તાપી જિલ્લામાં પણ વિજયા દશમીની ઉજવણીના ભાગરૂપે રવિવારે વ્યારા નગર અને તાલુકો, તથા ડોલવણ અને વાલોડ તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ કે કે કેદમ વિદ્યાલય પાછળ ખુ મા ગાંધી ગ્રાઉન્ડ ખાતે યોજાયો. વક્તા તરીકે નવસારી વિભાગના સંઘ ચાલક રાજેશ રાણાએ સમાજ ભાવના અને રાષ્ટ્ર હિત પર માર્ગદર્શન આપ્યું હતું. અતિથિ તરીકે કેએપીએસના અધિકારી વાય.બી. ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કાર્યવાહ સંદીપ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.  વ્યારા  નગરમાં જાહેર માર્ગ તથા વસ્તીમાંથી, સોનગઢની ટીમ સાથે હાથોમાં દંડ ધરાણ કરી ગણવેશ ધારી સ્વયંસેવકોનું પથ સંચાલન નીકળ્યું હતું. જે દરમિયાન દરેક સમાજના લોકો એ માર્ગમાં ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વ્યારા નગરની ટીમ દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું હતું. આગામી દિવસોમાં સોનગઢ સહીત અન્ય તાલુકાઓમાં પણ પથ સંચાલન યોજી વિજયા દશમી  ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other