સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા તુલસી વિતરણ અને તુલસી પૂજનનો કાર્યક્રમ યોજાયો
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા કબીરપુરા ખત્રીવાડ ખાતે તુલસી વિતરણ અને તુલસી પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ શુક્લા, હેમંતભાઇ પટેલ, કૌશિકભાઇ જોશી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જિલ્લા ના કુટુંબ પ્રબોધન ના અધિકારી શ્રી શૈલેશભાઈ ગૌસ્વામી, રાકેશગિરી ગૌસ્વામી, પ્રકાશચંદ્ર પટેલ તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ના સ્થાપક હેમાબેન પટેલ સાથે સંગિતાબેન ધોરાવાલા, વૈભવી વંઝા, ચૈતાલીબેન શાહ, લક્ષ્મીબેન બગડા,કૌશિકાબેન બારીયા અને વર્ષાબેન જાદવ હાજર રહ્યા હતાં સાથે કબીરપુરા ખત્રીવાડ ના બહેનો એ મોટી સંખ્યામાં હાજર રહી તુલસી પૂજા કરી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા હાજર બહેનો ને નિઃશુલ્ક ૬૦ જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિહિપ ના જિલ્લા ના અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ શુક્લા એ તુલસી નું હિન્દુ ધર્મ માં મહત્વ સમજાવ્યું આવ્યુ હતું જ્યારે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા તુલસી નું આયુર્વેદિક સાથે આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું. આર એસ એસ ના જિલ્લા ના અધિકારી શ્રી શૈલેશભાઈ ગૌસ્વામી દ્વારા કુટુંબ પ્રબોધન ના વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું.