વેર હાઉસ ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોનું ફસ્ટ લેવલ ચેકિંગની કામગીરી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને હાથ ધરાઈ
(માહિતી બ્યુરોઃ તાપી) તા.29: ટુંક સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ દ્વારા ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોની પ્રથમ એટલે કે ફસ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં સયાજી ગ્રાઉન્ડ ખાતે ભારતના ચૂંટણી પંચના વેર હાઉસમાં રાખવામાં આવેલ કૂલ-2,745/- ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીનની ચકાસણી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને હાથ ધરાઈ હતી.
આ સાથે વ્યારા કોલેજ ખાતે આગામી વિધાનસભા ચૂંટણી માટે નિયત કરવામાં આવેલ ઈ.વી.એમ. સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઇ જરૂરી સુરક્ષા અને જાળવણી અંગે કેટલાક સૂચનો કર્યા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000000000000