નિઝરના બોરઠા અને આડદામાં ચાલી રહેલ સી. સી. રોડનાં કામમા ગેરરિતી થતી હોવાની રાવ
( મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આડદામાં સમાવેશ ગામ બોરઠા અને આડદામાં હાલમાં 14માં નાણાંપંચ અંતર્ગત સી. સી. રોડનું કામ ચાલુ જેમા ગેરરિતી થતી હોવાની ફરિયાદ નિઝર તાલુકા વિકાસ અધિકારીને ગામનાં જાગૃત નાગરિક સુરેશભાઈ દ્વારા કરવામા આવી છે.
નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આડદામાં સમાવેશ ગામ બોરઠા અને આડદામાં હાલમાં 14માં નાણાંપંચ અંતર્ગત સી. સી. રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ગામના એક જાગૃત નાગરિકે સુરેશભાઈ મોતીરામભાઇ વસાવેએ તા: 17/12/2019ના રોજ 14માં નાણાંપંચ અંતર્ગત સી. સી. રોડનું કામ ચાલુ હતું ત્યાં કોન્ટ્રેક્ટર પાસે એસ્ટીમેન્ટ અને વર્ક ઓડર માંગતા કોન્ટ્રેક્ટરે જાગૃત નાગરિક સુરેશભાઈને કીધું હતુ કે મારા પાસે એસ્ટીમેન્ટ અને વર્ક ઓડર નથી? તમારી ગ્રામ પંચાયતના તલાટી પર એસ્ટીમેન્ટ અને વર્ક ઓડર હશે. જાગૃત નાગરિક સુરેશભાઈને આ વાત સાંભળીને એવું લાગ્યું કે ખરે ખર ભ્રસ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તા. 18/12/2019ના રોજ સુરેશભાઈએ તલાટીને મોબાઈલ ઉપર ફોન કરીને પૂછ્યું કે જે હાલમાં સી. સી. રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. તેનો એસ્ટીમેન્ટ અને વર્ક ઓડર છે તમારી પાસે ? તલાટીએ કહ્યુ કે સરપંચ પાસે હશે? સરપંચને પૂછવામાં આવ્યું કે તમારી પાસે એસ્ટીમેન્ટ અને વર્ક ઓડર છે ? સરપંચે કહ્યુ કે મારી પાસે નથી પણ બાંધકામ એંજિનર પાસે હશે? તો શું એસ્ટીમેન્ટ વગર પણ કામ કરવામાં આવે છે ? સી.સી. રોડ બન્યો પણ એસ્ટીમેન્ટ અને નિયત નક્શાઓ મુજબ કામ કરવામાં આવ્યું નથી. અને ઓછા પ્રમાણમાં તેમાં માત્ર સિમેન્ટ અને કપચી રેતીનો જ ઉપયોગ થયેલો છે. પૂરતા પ્રમાણમાં સળિયા વિના સી. સી. રોડ બનતા છ મહિનામાંજ સી.સી. રોડની હાલત જર્જરિત જેવી થઈ જાય છે. અને સરપંચ, તલાટી, કોન્ટ્રાકટર અને બાંધકામ એંજિનરની મિલીભગતથી હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરીને પ્રજાનો વિકાસ નહીં પણ પ્રજાનો વિનાશ થઈ રહયો છે.
આ અંગે જાગૃત નાગરિક સુરેશભાઈ મોતીરામભાઇ વસાવેએ નિઝર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ આપી તાત્કાલિક સ્થળ પર તપાસ કરવાની માંગ કરવા સાથે ભ્રષ્ટાચાર કરનારા ઉપર પગલાં ભરવા માંગ કરી છે.