તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી
જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા
પત્રકારોની સુરક્ષા અને સમાજને વાસ્તવિકતા બતાવ પર ભાર મુકાયો
જેમના સિરે સમાજને વાસ્તવિકતા બતાવાની જવાબદારી છે એવા પત્રકારો ની બેઠક આજ રોજ તાપીના વ્યારામાં મળી
દેશની ચોથી જાગીરી એવા પત્રકારોની સુરક્ષા અને નિષ્પક્ષતા પર ભાર મુકાયો
આજની બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા હતા જેમને સર્વ એ શુભકામનાઓ આપી હતી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા પત્રકાર એકતા સંગઠન તાપીની આજે ૨૦/૧૨/૧૯ ની બેઠક વ્યારા સર્કિટ હાઉસમાં મળી જેમાં જિલ્લા પ્રમુખ વિશ્વાસ ભાઈ દેસલે અને પ્રભારી એસ.વાય. ભદોરિયા દ્વારા જિલ્લા મહામન્ત્રી તરીકે વિરલભાઈ વ્યાસ અને સોનગઢ પત્રકાર સંઘના પ્રમુખ તરીકે બિંદેશ્વરી શાહ વ્યારા અને ડોલવણ તાલુકા પ્રમુખ તરીકે મહેશ ભાઈ ગામીત તથા ઉચ્છલના પ્રમુખ તરીકે રાજેશ ભાઈ રાણા અને વાલોડ પત્રકાર મહેશ ભાઈ ચૌધરીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. જેમને ઉપસ્થિત સર્વ જિલ્લા પત્રકારો દ્વારા અભિનન્દન અને શુભકામનાઓ આપવામાં આવી હતી . સાથે સાથે આ બેઠકમાં આવનારા સમયમાં સંગઠન દ્વારા સંઘને મજબૂત કરી પત્રકારોની સુરક્ષા સાથે સમાજમાં લોકતંત્ર ને ટકાવી રાખવા સંઘના પત્રકારો દ્વારા સતત પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતી.
આજે વાસ્તવિકતા અને પ્રજાનો અવાજ વ્યક્ત કરતા પત્રકારો પર થતા હુમલાઓની ઘટનાઓને સંગઠન દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. અને ભવિષ્યમાં આવી ઘટનાના બને એ માટે અધિકારીઓ અને પ્રસાશન દ્વારા પત્રકારો વચ્ચે ભેદ કરી વહાલા દવલાંની નીતિ બંદ કરવા ભવિષ્યમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને રજુઆત કરવાની યોજના બનાવી હતી.