તાપી જિલ્લા ખેડૂત જોગ : ફળપાકોનું વાવેતર કરતા ખેડૂતોને બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ મેળવવા માટેની સુવર્ણ તક
(માહિતી બ્યુરો,વ્યારા,તાપી) -20: તાપી જિલ્લામાં બાગાયતી ખેતી સાથે સંકળાયેલા અને બહુવર્ષાયુ ફળપાકોનું વાવેતર કરતા ખેડૂતો તેમજ કોલ્ડ સ્ટોરેજ બાંધકામ, કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ, કોલ્ડચેઇન મેનેજમેન્ટ, ગ્રીનહાઉસ-નેટ હાઉસ જેવા ઘટકો તેમજ વ્યક્તિગત ખેડૂત, તથા સહકારી મંડળી માટે ચાલુ નાણાકીય વર્ષમાં બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજનામાં અરજી કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ( https://ikhedut.gujarat.gov.in/ )તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેમાં વ્યક્તિગત ખેડૂત તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા બે હેક્ટર તથા મહત્તમ ચાર હેકટરની મર્યાદામાં તેમજ સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા બે હેકટર તથા મહત્તમ ૫૦ હેક્ટર સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, GAP સર્ટિફિકેશન, વર્મી કમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકોનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે. તથા કમલમ( ડ્રેગન ફ્રુટ) નાં વાવેતર માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૧૦/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ યોજનાઓ હેઠળ લાભ લેવા માંગતા ખેડૂતમિત્રોએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને નેશનલાઇઝ બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સહાયનો લાભ લેવા માંગતા ઘટકમા સમયસર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ ઉપરોક્ત કાગળો સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામકની કચેરી, પ્રથમ માળ ખેડુત તાલીમ કેન્દ્ર, જાપાનીઝ ફાર્મની સામે,પાનવાડી, ઉનાઇ રોડ વ્યારા તાપીની કચેરીમાં અચૂક જમા કરાવવા તથા વધુ જાણકારી માટે ફોન નં: ૦૨૬૨૬-૨૨૧૪૨૩ ઉપર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000