તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓમાં બાળકોએ સર્જનાત્મકતા દર્શાવી
…………………
(માહિતી બ્યુરો,વ્યારા,તાપી) -20: ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અશોક ચોધરીના નેતૃત્વમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં આજ રોજ વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. “Visual cleanliness of villages” ની થીમ સાથે જ્યારે તાપી જિલ્લામાં નાગરિકો સહિત બાળકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બાળકોએ વિવિધ પ્રવૃતિઓમાં પોતાની સર્જનાત્મકતા દાખવી સ્વચ્છ ભારત મિશનના પ્રયત્નોને સફળ બનાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વચ્છ ભારત મિશનના બીજા ફેઝમાં ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનો સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે. જેમાં તાપી જિલ્લામાં જનભાગીદારી સરાહનિય રીતે જોઇ શકાય છે.
000000000000