આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમા 36મી નેશનલ ગેમ્સ સંદર્ભે કાર્યક્રમ યોજાયો
( અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: 20: ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર દ્વારા સંચાલિત આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમા 36મી નેશનલ ગેમ્સ સંદર્ભે એક કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 72મી જન્મ તિથિએ “36મી નેશનલ ગેમ્સ 2022″ના ઉપક્રમે શાળા કક્ષાએ વિવિધ રમત ગમતોનુ આયોજન તાલુકાના અધિકારીઓની હાજરીમા કરવામા આવ્યુ હતુ. શાળાના તમામ બાળકોમા રમત પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય, અને યુવા પેઢી તંદુરસ્ત બને તેવા ઉદેશ્યથી વિવિધ રમતોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ રમતો પૈકી કોથળા કુદ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, સંગીત ખુરશી વગેરે રમતો રમાડવામા આવી હતી. આ રમતોમા પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા થનાર સ્પર્ધ વિધ્યાર્થીઓને, આહવા નગરના સરપંચ શ્રી હરિચંદભાઈ ભોયે, તાલુકા સદ્સ્યશ્રી નયનાબેન, વિવિધ શાળાઓના આચાર્યો સર્વશ્રી વિજયભાઈ ખાંભુ, સોનલ મેકવાન તેમજ ઉપઆચાર્ય શ્રી પંકજ નિરંજનની ઉપસ્થિતિમા પ્રોત્સાહક ઇનામ આપવામા આવ્યા હતા.
–