તાપી જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત બે દિવસમાં અંદાજીત 63957 બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ 92.36 % જેટલી કામગીરી પૂર્ણ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.19: તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.18 સપ્ટેમ્બર 2022 થી 20 સપ્ટેમ્બર-2022 સુધી ત્રિ દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 68273 બાળકોને પોલિયો રસીકરણમાં આવરી લેવાના લક્ષાંક સામે બે દિવસમાં અંદાજીત 63957 એટલે કે 92.36 % જેટલા બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા પોલિયો બુથની મુલાકાત લઇ સ્વયં કામગીરીનું નિરીક્ષણ કરવામા આવ્યું હતું. તાપી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલિયો રસીકરણ બુથની વિઝટ કરી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની સાથે બાળકોને પોલિયો ડ્રોપ આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨થી શરૂ થયેલ સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૬૮,૨૭૩ બાળકોને પોલિયોના રસીનો બે ટીપાં પીવડાવવા કૂલ-૫૪૭ બુથ, ૩૬ ટ્રાન્ઝીટ ટીમ, ૧૩ મેળા બજાર ટીમ, ૧૬ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, તાલીમબધ્ધ ૨૩૧૮ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો આંગણવાડી વર્કર મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
00000000000000