વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં 36મી નેશનલ ગેમ્સ અનુસંધાને અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલીત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં તા.16/09/2022 ને શુક્રવારના રોજ 36મી નેશનલ ગેમ્સ અનુસંધાને અવેરનેસ કાર્યક્રમ તેમજે પનિયારી ગામના સરપંચશ્રી તથા માજી. સરપંચશ્રીનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ઉપરોક્ત કાર્યક્રમ શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટી માન.શ્રી દિનેશભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વ્રારા સરસ્વતી માતાની આરાધના દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્ર્મને આગળ ધપાવવામાં આવેલ.
શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર અપાયો ત્યારબાદ પનિયારી ગામના સરપંચશ્રી ઉષાબેન ગામીત ને તથા માજી. શ્રી જયેશભાઈ ગામીત ને કાર્યક્ર્મના મુખ્ય મહેમાન માન.શ્રી દિનેશભાઈ ભટ્ટના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ.
શાળાના આચાર્યશ્રીએ પોતાના ઉદબોધન દ્વારા ઉપસ્થિત સૌને 36મી નેશનલ ગેમ્સ વિષયે માહિતગાર કરેલ. તેમણે જણાવ્યુ કે આ રમત માં આસરે 34 જેટલી વિવિધ રમતો રમાનાર છે. આખા દેશ માંથી 7 હજાર જેટલા ખેલાડીઓ આપણાં રાજ્યમાં આવનાર છે. જેમા કબડ્ડી , ખોખો, ટેબલટેનીશ , જુડો, કુસ્તી , હોકી , વોલીબોલ જેવી વિવિધ ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ રમતો યોજાવવાની છે. સૌને આ રમતના સાક્ષી બનવા માટે તેમણે જણાવેલ તેમજ સૌ બાળકો માટે શાળામાં ઉપરોક્ત રમતોનું આયોજન કરવામાં આવેલ છે. તે વિષયે પણ માહિતી આપેલ.
પનિયારી ગામના સરપંચ માન. શ્રી ઉષાબેન ગામીત તેમના સંબોધનમાં તેમનું સન્માન થવા બદલ જિલ્લા વહિવટી તંત્રનો તથા શાળાના આચાર્યશ્રીનો આભાર વ્યક્ત કરેલ તેમજ 36માં નેશનલ ગેમ્સ મહોત્સવ વધુમાં વધુ વ્યક્તિઓને માહિતગાર કરવાના શક્ય પ્રયત્નો તેમના દ્વારા હાથ ધર્વામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન માન. શ્રી દિનેશભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવેલ કે. સરપંચ એ આપણી શાસન વ્યવસ્થાનું ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. લોકસાહિનો પાયો ગ્રામ જીવનથી શરૂ થાય છે. માટે સરપંચશ્રીનું સન્માન થયુ એ ખુબજ ગૌરવની બાબત છે. આપણા ગુજરાત રાજ્યને આઝાદીના અર્મુત મહોત્સવ દરમિયાન 36 મી નેશનલ ગેમ્સનું યજમાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. એ ખુબજ ગૌરવની વાત છે. તેમણે વિવિધ રમતો વિષયે પણ બાળકોને ઊંડાણ પૂર્વક માહિતી આપેલ.
આ કાર્યક્રમમાં પનિયારી ગામના ઉપસરપંચ માન. શ્રી જયેશભાઈ ગામીત તેમજ નગર પંચાયતના સભ્ય માન. શ્રી દિવ્યેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિઅત રહ્યા જે કાર્યક્રમની શોભામાં અભીવૃધ્ધિ સમાન હતુ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other