તાપી જિલ્લામાં ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અને “CELEBRATING UNITY THROUGH SPORTS” કાર્યક્રમનો પ્રારંભ

Contact News Publisher

“ રમત ગમતને રોજીંદાજીવનનો એક ભાગ બનાવવો જરૂરી છે.:”-ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા
………………
(માહિતી બ્યુરો,વ્યારા,તાપી) : 15 ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022નુ આયોજન કરવામાં આવેલ છે. નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીમાં જાગૃતિ કેળવાય તે હેતુ થી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન “CELEBRATING UNITY THROUGH SPORTS” થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં તા.15મી થી તા.17 સપ્ટેમ્બર કોલેજ/યુનિવર્સિટી કક્ષા તથા તા.18 થી.19મી સપ્ટેમ્બરે શાળા કક્ષાની વિવિધ સ્કુલોમાં ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલની ઉપસ્થિતીમાં શ્રી આર.પી. ચૌહાણ આર્ટસ & કોમર્સ કોલેજ વ્યારા ખાતે કેમ્પેઇનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન આપણે સૌ સ્વસ્થ જીવનનું મહત્વ સમજ્યા છીએ. તેમણે સૌને શરીર સાથે આચાર-વિચાર પણ સારા હોવા જોઇએ એમ ભાર આપી ઉમેર્યું હતું કે, રમત ગમતને રોજીંદાજીવનનો એક ભાગ બનાવવો જરૂરી છે. આ સાથે સ્વસ્થ જીવન માટે તેમણે પોષ્ટીક આહારને અપનાવવા અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરેલ અનાજનો જ આહારમાં ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં તાલુકા કક્ષાએ 16મી સપ્ટેમ્બરે સરકારી સાયન્સ કોલેજ, વાલોડ, અરૂણાબેન નર્સીંગ કોલેજ, બાજીપૂરા,સી.એન.કોઠારી હોમીયોપેથીક કોલેજ, તાડકુવા તેમજ 17મી સપ્ટેમ્બરે આર્ટસ & કોમર્સ કોલેજ, સોનગઢ, માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ તથા શાળા કક્ષાનો 18થી 19 સપ્ટેમ્બરે જિલ્લાની વિવિધ શાળાઓમાં કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રચલીત રમતો જેવી કે એથ્લેટીક્સ, કબડ્ડી, ખો ખો, રસ્સા ખેંચ તેમજ રીક્રીએશન રમતો જેવી કે લેગ ક્રિકેટ, સંગીત ખુરશી, લીંબૂ ચમચી વગેરે જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે રાજ્યકક્ષાએ ખેલમહાકુંભની બેસ્ટ ટીમોના ખ્લાડીઓને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં અંડર-૧૪ ખો ખો બહેનોની ટીમ, અંડર-૧૭ ખો ખો બહેનો, અબવ-૧૭ ખો ખો બહેનો, અબવ-૧૭ ખો ખો ભાઇઓ, શૂટીંગ વોલીબોલ ભાઇઓની ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેલમહાકુંભ જિલ્લાની પ્રથમ ૦૩ શાળાઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ૧. શ્રી ખુ.મ.ગાંધી પ્રાથમીક શાળા, વ્યારા,દ્વિતિય શ્રી કે.બી. પટેલ અંગ્રેજી માધ્યમ પ્રાથમીક શાળા, વ્યારા અને તૃતીય શ્રી જાગૃતિ હાઇસ્કુલ, માંડળનો સમાવેશ થાય છે.
આ સાથે ખેલમહાકુંભમાં તાલુકા કક્ષાની શાળાઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર શાળાઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વ્યારા તાલુકની પ્રથમ શ્રી ખુ.મ.ગાંધી પ્રાથમીક શાળા, વ્યારા દ્વિતિય શ્રી કે.કે.કદમ કન્યા વિધ્યાલય, અને તૃતીય શ્રી પી.પી. સવાણી વિદ્યામંદિર, વ્યારાનો સમાવેશ થાય છે.
સોનગઢ તાલુકામાં પ્રથમ આદર્શ નિવાસી સ્કુલ, સોનગઢ, દ્વિતિય જાગૃતિ હાઇસ્કુલ, માંડળ, અને તૃતીય એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ઉકાઇ, ડોલવણ તાલુકામાં પ્રથમ શ્રી વી.એલ. હાઇસ્કુલ, દ્વિતિય જીવનજ્યોત હાઇસ્કુલ, બરડીપાડા, તૃતીય ઉત્તર બુનીયાદી કન્યા વિદ્યાલય, ડોલવણ, વાલોડ તાલુકામાં પ્રથમ શ્રી એસ.જી. હાઇસ્કુલ, વાલોડ, દ્વિતિય સરસ્વતી કન્યા વિદ્યાલય વાલોડ, તૃતીય સ્કુલ મેનેજમેન્ટ કમીટી એજ્યુકેશન પ્રાઇમરી સ્કુલ, ઉચ્છલ તાલુકામાં પ્રથમ સાર્વજનીક હાઇસ્કુલ, ઉચ્છલ, દ્વિતિય એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કુલ, ઉચ્છલ, તૃતીય જામકી પી.એસ. એસ.એમ.સી. એજ્યુકેશન બાબરઘાટ, નિઝર તાલુકામાં પ્રથમ આર.જી.પટેલ વિદ્યાલય, નિઝર, દ્વિતિય ગર્વમેન્ટ સેકન્ડરી સ્કુલ, ખોડદા નિઝર, તૃતીય એસ.એમ.સી. હિંગની પ્રાયમરી સ્કુલના આચાર્યશ્રીઓને ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉપરાંત ૩૬મી નેશનલ ગેમ્સના એન્થમ પ્રસ્તુત કરી માસ્કોટનું પ્રેઝન્ટેશન અને ફિટ ઇન્ડિયા ઓથની શપથ ઉપસ્થિત સૌએ લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત દ્વારા સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા, કારોબારી સમિતીના અધ્યક્ષશ્રી મોહનભાઇ કોંકણી, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન કુલીન પ્રધાન, જિલ્લા નાયબ કલેકટરશ્રી તૃપ્તિ પટેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા પ્રિન્સિપાલશ્રી એચ.કે. ખરવાસીયા, વિવિધ રમતોના કોચ, વિવિધ સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓ, શાળા/ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other