ગેરકાયદેસર બંદુકો સાથે શિકાર કરવા જતી ગેંગને હથીયાર સાથે પકડી પાડતી એલ. સી. બી. નર્મદા

Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : શ્રી અભયસિંહ ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓની સુચના તેમજ શ્રી રાજેશ પરમાર ઇ . ચા . પોલીસ અધિક્ષક , નર્મદાનાઓના માર્ગદર્શન આધારે જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખી ગે . કા પ્રવુતિ આચરતા ઇસમો ઉપર વોચ રાખી તેઓના વિરૂધ્ધમાં પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને શ્રી . એ . એમ . પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ . સી . બી . , નર્મદા ના આમલેથા પો . સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઓરી ગામે પહોચતા અ . હે . કો યોગેશભાઇ બળદેવભાઇ બ . નં . ૭૩૧ તથા અ . હે . કો દુર્વેશભાઇ ચંપકભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે , ઓરી ગામમાં ખોવાળી સીમમાં જંગલમાં કેટલાક ઇસમો ગે . કા હથીયાર લઇને ગયેલ છે . જે બાતમી આધારે પો . ઇન્સ એલ . સી . બી નાઓએ તેમના સ્ટાફ સાથે ખોવાળા જંગલમાં તપાસ કરતા આરોપી : ( ૧ ) વિનોદભાઇ સેવણીયા વસાવા રહે . દઢવાડા તા . નાંદોદ જી . નર્મદા ( ૨ ) મહેશભાઇ શામળભાઇ વસવા રહે . ગાડીત તા . નાંદોદ જી . નર્મદા ( 3 ) શંકરભાઇ પોનાભાઇ વસાવા રહે . ગાડીત તા . નાંદોદ જી . નર્મદા ( ૪ ) કનુભાઇ કાલીદાસભાઇ વસાવા રહે . દઢવાડા તા . નાંદોદ જી . નર્મદા ( ૫ ) સુરેશભાઇ રૂપસિંગભાઇ વસાવા રહે . દઢવાડા તા . નાંદોદ જી . નર્મદા ( ૬ ) વસંતભાઇ મનસુખભાઇ વસાવા રહે . દઢવાડા તા . નાંદોદ જી . નર્મદા નાઓ ( ૧ ) દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક – ૨ કી . રૂ . ૨ , ૦૦૦ / – ( ૨ ) ૪૫ ગ્રામ જેટલું દારૂખાનું ચાર સુથળીબોંબ તથા ૩૦ નાના છરા તથા ૭ મોટા સીસાના છરા કિ . રૂ . ૦૦ / ૦૦ મો . સા . – ૬ કિ . રૂ . ૧ , ૨૦ , ૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ – ૬ કિ . રૂ . ૪૦૦૦ / – સાથે પકડી પાડી તથા ( ૧ ) ઇશ્વરભાઇ ચીબાભાઇ વસાવા રહે . કાકડવા તા . નાંદોદ જી . નર્મદા ( ૨ ) સંજયભાઇ રૂપજીભાઇ વસાવા રહે . દઢવાડા તા . નાંદોદ જી . નર્મદા ( 3 ) ભરતભાઇ રૂપજીભાઇ વસાવા રહે . દઢવાડા તા . નાંદોદ જી . નર્મદા નાઓ નાસી જઇ ગુનો કરેલ હોય તેઓના વિરૂધ્ધમાં આમ એક્ટ કલમ ૨૫ – ૧ ( ૧બી ) મુજબ તેઓના વિરૂધ્ધમાં આમલેથા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *