જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ધો. ૯ માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર-2022
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.12: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા, (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ), અંતર્ગત ચાલતી, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપી માં ધો. ૯ (નવ) માં ખાલી પડેલ બેઠકો ની સામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટે વેબ સાઈટ www.navodaya.gov.in, www.nvsadmissionclassnine.in પર જવું અથવા જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જી. તાપી ની વેબ સાઈટ www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home ઉપર થી પણ ભરી શકાશે. જેના માટે ઓનલાઈન અરજીપત્ર કરવાની છેલ્લી તા. ૧૫/૧૦/૨૦૨૨ છે. ધોરણ- ૯ ની પ્રવેશ પરીક્ષા નું આવેદન પત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ-૮ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧.૦૫.૨૦૦૮ અને ૩૦.૦૪.૨૦૧૦ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તારીખ ૧૧-0૨-૨૦૨૩ શનિવારનાં રોજ લેવામાં આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે શાળાના ફોન નં. 02625 299 081 પર સંપર્ક કરવા ઇન્ચાર્જ આચાર્યશ્રી જ. ન. વિ. બોરખડી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000000