તાપી જિલ્લા “વિશ્વાસ થી વિકાસ યાત્રા”
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના વરદ હસ્તે વ્યારા પ્રાંતમાં 2.39 કરોડના કુલ 746 કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ.15.22 કરોડના 244 જેટલા કામોનું ઇ-ખાત મુહુર્ત
…………………….
“ગુજરાતની જનતા વિકાસની અનુભૂતિ કરી રહી છે.- ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા
…………………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.12: ગુજરાત સરકાર દ્વારા રાજ્ય, જિલ્લા કક્ષા અને પ્રાંત કક્ષાએ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે વિવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહુર્તો, જેવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. જે અન્વયે તાપી જિલ્લાના મુખ્ય મથક સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને 12.39 કરોડના કુલ 746 કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ.15.22 કરોડના 244 જેટલા કામોનું ઇ-ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા એ જણાવ્યું હતું કે, રાજ્યમા નાના મોટા અનેક વિકાસના કાર્યો કરવાથી જનતાને દરેક રીતે ફાયદો થયો છે. આજે 24 કલાક વીજળી મળી રહી છે. ખેડૂતોને આઠ કલાક વીજળી ખેતર માટે મળી રહી છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના મકાનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, રોડ અને રસ્તા જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસ કરવા માટે દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ વર્તમાન સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો ગુણવત્તા યુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વિકાસના કામોમાં અવરોધ ન આવે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાતની જનતા વિકાસની અનુભૂતિ કરી રહી છે. તેમણે ઉપસ્થિત સૌને જાગૃત બની વિકાસના વાહક તરીકે સરકારના અનેકવિધ લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા ખાસ અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત તાપી જિલ્લામાં વ્યારા પ્રાંતમાં કુલ 27.59 કરોડ જેટલી રકમના કુલ 990 કામો,નિઝર પ્રાંતમાં કુલ 8.99 કરોડના કુલ 364 કામો જ્યારે જિલ્લા કક્ષાએ કુલ 38.21 કરોડના કુલ 33 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવનાર છે. ત્યારે વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે એમ જણાવી તાપી જિલ્લામાં વિવિધ કામોમાં રોડના કામો, પીવાના પાણી, શિક્ષણ, સિંચાઈ, સ્કૂલના શેડ અને કમ્પાઉન્ડ વોલ જેવી માળખાગત સુવિધાને લગતા કામો અંગે જાણકારી આપી હતી. અંતે તેમણે આ કામો દ્વારા વિવિધ પ્રકલ્પોનો ઉપયોગ સારી રીતે કરી તેની જાણવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
કારોબારી અધ્યક્ષશ્રી મોહન કોંકણી એ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, પદાધિકારીઓ અને અધિકારીઓની કુશળતાના કારણે ગુજરાત આજે ઉન્નતિ અને સમૃદ્ધિ તરફ ગતિ કરી રહ્યું છે. તેમણે પારદર્શકતા અને નિર્ણાયકશિલતા ગુજરાતની શૈલી રહી છે એમ જણાવી આ વિકાસ યાત્રામાં મહિલાઓનું પ્રદાન ખૂબ જ અગત્યનું રહ્યું છે એમ ઉમેરી હતું. અંતે તેમણે વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી નાગરિકોને તેનો લાભ લેવા વિનંતી કરી હતી.
*આ પ્રસંગે ગુજરાત રાજ્યની “વિશ્વાસથી વિકાસ યાત્રા”ની સોર્ટ ફિલ્મ સૌ એ નિહાળી ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના વરદ હસ્તે 2.39 કરોડના કુલ 746 કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ.15.22 કરોડના 244 જેટલા કામોનું ઇ-ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.*
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાના “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમમાં આગામી ૧૩ સપ્ટેમ્બરે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગાંધીનગર તથા પ્રભારી મંત્રીશ્રી-તાપી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રૂ. 26.93 કરોડના 17 જેટલા કામોનું ઇ-લોકાર્પણ તથા રૂ. 11.28 કરોડના 16 જેટલા કામોનુ ઇ-ખાતમુહુર્ત આમ કુલ 38.21 કરોડના કુલ 33 કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવશે.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ન.પા.પ્રમુખ સેજલ રાણાએ અને આભારદર્શન પ્રાંત અધિકારી આર.સી.પટેલ દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આયોજન અધિકારી એસ.એસ.લેઉવા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી દિપ્તી રાઠોડ,વાલોડ,વ્યારા,ડોલવણ,સોનગઢ મામલતદારશ્રીઓ બાંધકામ સમિતી ચેરમેન નિતિન ગામીત, સિંચાઇ સમિતી ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિત બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
000000000