તાપી-મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨
તાપી જિલ્લાના બે વિધાનસભા મતદાર મંડળોમાંથી અત્યાર સુધી કુલ 71139 ફિઝિકલ અરજીઓ મળી
—–
રવિવાર તા.04 સપ્ટેમ્બર ના રોજ ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશમાં કુલ 28152 અરજીઓ પ્રાપ્ત થઈ
——
(માહિતી બ્યુરો,વ્યારા –તાપી) તા. ૧૦: મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨ અંતર્ગત તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર મંડળમાંના મતદાન મથકો ઉપર બી.એલ.ઓ.ઓફિસર દ્વારા નવા મતદારોની નોંધણી સહિત નામ ઉમેરવું, રદ્દ કરવું, સરનામું બદલવા જેવી સુધારાવધારાની કામગીરીનો પ્રારંભ થયો ગયો. જેમાં તા.૦૧/૧૦/૨૦૨૨ લાયકાત તારીખના સંદર્ભમાં તા.04/09/૨૦૨૨ સુધીમાં મળેલા ફિઝીકલ અરજીઓની વિગતનો સાપ્તાહિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.
જે અનુસાર વ્યારા (ST), નિઝર (ST) વિધાનસભા મતદાર મંડળમાં અત્યાર સુધીમાં ફોર્મ નંબર-૦૬, ૬-ખ, ૭ અને ૮ ના અત્યાર સુધીના કુલ 71139 અરજીઓ મળી છે. જ્યારે, તા.04 સપ્ટેમ્બર ના રોજ ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશમાં કુલ 28152 ફોર્મ પ્રાપ્ત થયા છે.
ગત શનિવારે મતદાર યાદી ઓબ્ઝર્વર રેમ્યા મોહન (IAS )એ તાપી જિલ્લાની મુલાકાત લીધી. તેમણે ઈલેકશન કમિશન દ્વારા વધુમાં વધુ યુવા મતદારો ચૂંટણી પર્વમાં ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે લોકોને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.. કોરોના સમય દરમિયાન પરિવારો સ્થળાંતર થયા હોય અથવા મૃત્યુ પામેલ વ્યક્તિના નામ કમી થાય અને મતદાર યાદી અદ્યતન બને તે માટે મતદાર યાદી ઓબ્ઝર્વરે ખાસ ભાર મુક્યો હતો.
સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વ્યારા (ST), નિઝર (ST) વિધાનસભા મતદાર મંડળમાં કલેકટરશ્રી દ્વારા મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી, અને નાગરિકોને પ્રોત્સાહન તેમજ કર્મચારીઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લામાં સમાવિષ્ટ 2 વિધાનસભા બેઠકોમાં ૧૭૧ વ્યારામાં ૨૬૦ BLO અને ૧૭૨ નિઝર સીટમાં ૩૪૫ BLO છે આમ કુલ 604 મતદાન મથકોએ તા 4 સપ્ટેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદારયાદીમાં નામ દાખલ માટે ફોર્મ નં. 6, નામ કમી માટે ફોર્મ નં. 6-ખ, નામ સુધારા માટે ફોર્મ નં. 7 અને આધાર લીંક માટે ફોર્મ નં. 8 ભરાવવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં ફોર્મ નં.6 અત્યાર સુધી મળેલ કુલ 5622 , ફોર્મ નં. 6-ખ અત્યાર સુધી મળેલ કુલ 59720, ફોર્મ નં.7 કુલ 1925 અને ફોર્મ નં. 8 કુલ 3872 એમ મળીને કુલ 71139 અરજીઓ મેળવવામાં આવી હતી. જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા મદદનીશ નોંધણી અધિકારીશ્રી દ્વારા જિલ્લાના કુલ 604 વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યુ છે.
ઇ.ચા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સાગર મોવાલિયાએ જણાવ્યું હતું કે, હવે આગામીતા.૧૧/૯/૨૦૨૨ ના રોજ ફરીથી તમામ મતદાન મથકો ઉપર ઝુંબેશના ભાગરૂપે કામગીરી થશે, જેનો નાગરિકોએ લાભ લેવા અનુરોધ છે.