તાપી જીલ્લા એલ.સી.બી.એ તાપી જીલ્લામાંથી તોસીફખાન આઝમખાન પઠાણ તથા જીસાન શબ્બીરખાન પઠાણને તડીપાર કર્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એન. ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારાએ જીલલામાં શરીર સંબંધી ગુન્હાઓ આયરતા ઇસમો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા આદેશ આપતા તાપી જીલ્લા પોલીસ દ્વારા તાપી જીલ્લામાં શરીર સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂદ્ધ તડીપાર કૅઠળ કાર્યવાહી કરવા સુચના આપતા શ્રી ડી. એસ. લાડ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ. સી. બી. તાપીએ ( ૧ ) તોસીફખાન આઝમખાન પઠાણ રહે . સોનગઢ અમનપાર્ક તા . સોનગઢ જી . તાપી ( ર ) જીસાન શબ્બીરખાન પઠાણ રહે . સોનગઢ અવધુત નઝર ઘર નં . ૧૦પ૬ યદુનંદન હોટલની પાછળ નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે તા . સોનગઢ જી. તાપીની વિરૂદ્ધમાં તડીપાર દ૨ખાસ્ત તૈયાર કરી સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી વ્યારાપ્રાંત તરફ મોકલી આપતા શ્રી તુષાર કે. જાની સબ ડિસીઝનલ રેજીસ્ટ્રેટશ્રી વ્યારા પ્રાંતે ઉપરોકત ઈસમને તાપી જિલ્લો, સુરત જીલ્લો, સુરત ( વ્યારા ) રૂરલ , સુરત શહેર , નવસારી જીલલો , વલસાડ જીલ્લો . આહવા ડાંગ જીલો , ભરૂચ જીલલો , નર્મદા જીલ્લાની હદમાં થી બે ( ૨ ) વર્ષ માટે તડીપાર કરવા હુકમ કરવામાં આવેલ હતો . શ્રી એન એન ચૌઘરી , પોલીસ અધિક્ષક તાપીનાઓએ ઉપરોક્ત અટકાયતી વોરંટની તાત્કાલીક બજવણી થવાસારૂ સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી. એસ. લાડ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ . સી . બી . તાપીએ ઉપરોક્ત ઇસમો ( ૧ ) તોસીફખાન આઝમખાન પઠાણ રહે . સોનગઢ અમનપાર્ક તા . સોનગઢ જી . તાપી ( ર ) જીસાન શબ્બીરખાન પઠાણ રહે . સોનગઢ અવધુત નઝર ઘર નં . ૧૦પ૬ યદુનંદન હોટલની પાછળ નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે તા . સોનગઢ જી. તાપીને તા. 8/12/19ના રોજ હુકમની બજવણી કરી બે ( ૨ ) વર્ષ માટે તડીપાર હુકમ આધારે યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ મોકલી આપવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *